પ્રેમિકાની સગાઇ થવા પર પ્રેમીએ ચાકુ મારી પ્રેમિકાની હત્યા નિપજાવી દીધી અને પછી પોતે પણ…

એક રાત પહેલા જ હોટલમાં રોકાયા હતા, નારાજ પ્રેમીએ ચાકુથી કર્યા 10 વાર અને …

પ્રેમ આંધળો હોય છે, તે કયાં, કયારે અને કોની સાથે થઇ જાય તેની જાણ જ નથી રહેતી. પરંતુ ઘણા પ્રેમી પંખીડાઓ એવા હોય છે જેઓ તેમનો જીવ દાવ પર રાખી દેતા હોય છે. ત્યારે કેટલાક એવા પ્રેમીઓ હોય છે, જેઓ પ્રેમિકાની હત્યા કરી દેતા હોય છે અને તે બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા હોય છે. જોધપુરમાંથી હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પોતે આપધાત કરી લીધો.

આ સનસનીખેજ મામલો રાજસ્થાનના જોધપુરનો છે. જયાં મંગળવારે સવારે એક પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી મંડોર વિસ્તારમાં આત્મહત્યા કરી લીધી. પ્રેમિકા લક્ષિતા પાલી જિલ્લાના સોજત રોડની રહેવાસી છે. તે જોધપુરની હોસ્ટેલમાં લોનો અભ્યાસ કરી રહી હતી, તો પ્રેમી હેમંત નાગૌર જિલ્લાનો રહેવાસી હતો. બંને સોમવારે રાત્રે જોધપુરના જાલોરી ગેટ સ્થિત એક હોટલમાં રોકાયા હતા. મંગળવારે વારે મંડોર રેલવે સ્ટેશન પાસે પ્રેમી હેમંતની લાશ રેલવેથી કપાયેલી મળી.

મંડોર પોલિસને આ વાતની જાણ કરવામાં આવી, પોલિસે જણાવ્યુ કે, હેમંત કપડાનો વેપારી છે. સાંજે સિદ્ધિવિનાયક હોટલમાં એક રૂમમાં સંદિગ્ધ હાતમાં લાશ મળી. સૂચના પર સરદારપુરા પોલિસ પહોંચી ત્યારે દરવાજો બંધ હતો. દરવાજો તોડી પોલિસ અંદર ઘૂસી તો 25 વર્ષિય લક્ષિતા ખૂનથી લથપથ હાલતમાં મળી આવી, તેના શરીર પર ચાકુના નિશાન હતા.

પોલિસે પરિજનોને સૂચના આપી અને લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તેને પરિવારજનોને સોંપવામાં આવી. હેમંતના ખિસ્સામાં રહેલ આઇડી કાર્ડથી ખબર પડી કે તે નાગૌરનો રહેવાસી હતો અને લક્ષિતાની 7 દિવસ પહેલા જ સગાઇ હતી. પોલિસ અનુસાર હેમંત અને લક્ષિતા વચ્ચે પ્રેમ સંબંધનો મામલો છે. તે બંને વચ્ચે છેલ્લા 5 વર્ષ સુધી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. પોલિસ આગળની તપાસ કરી રહી છે.

Shah Jina