ખબર

લિવઈનમાં રહેતી પત્ની જોયા ઉપર ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીની એવી કરપીણ હત્યા કરી કે વાંચીને જ રૂંવાડા ઉભા થઇ જશે

મોબાઇલની દુકાનમાં બંને વચ્ચે ચાલુ થયું ઇલુ ઇલુ, બીજા યુવક સાથે આંખ મળી ગઈ, છેલ્લે આવ્યો ખોફનાક અંજામ

દેશભરમાંથી હત્યાની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો પોતાના પરિવારના સભ્યોનો જ જીવ લઇ લેતા હોવાની ઘટના પણ સામે આવતી રહે છે, હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ તેની પત્નીની ધોળા દિવસે ચાકુના ઘા મારી અને તાબડતોબ હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનના જયપુરમાંથી. જ્યાં 30 વર્ષની જોયા આસિફ મલિકની હત્યા કરી દેવામાં આવી હતી, પોલીસે આ મામલો ઉકેલી નાખ્યો છે. મહારાષ્ટ્રથી જયપુર ફરવા માટે આવેલી આ યુવતીની ધોળા દિવસે જયપુરના સાંગાનેરમાં થયેલી હત્યા બાદ શહેરમાં સનસની ફેલાઈ ગઈ હતી.

પોલીસને શંકા હતી કે જોયાનો હત્યારો પણ મહારાષ્ટ્રનો જ હશે. જેના કારણે પોલીસની એક મોટી ટીમ મહારાષ્ટ્ર મોકલવામાં આવી હતી. જ્યાં પોલીસને સફળતા મળી. જોયાનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ તેનો 35 વર્ષીય પતિ મહેશ ભાસ્કર ઠાકરે નીકળ્યો. તેને મહારાષ્ટ્રના બોધરી તાલુકાના બાગલાનથી ઝડપી લેવામાં આવ્યો.

જોયાના લગ્ન વર્ષ 2020માં નાસિકના રહેવા વાળા મહેશ ભાસ્કર ઠાકરે સાથે થયા હતા. બંને લગ્નના છ વર્ષ પહેલાથી એકબીજાને ઓળખતા હતા. પરંતુ લગ્નના થોડા જ દિવસ બાદ જોયાને પશ્ચિમ બંગાળમાં રહેવા વાળા સાહિલ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેના બાદ તે સાહિલ સાથે સમય પસાર કરવા લાગી હતી.

આ દરમિયાન જ જોયા નાસિકથી પતિના ઘરેથી ગાયબ થઇ ગઈ અને પતિએ તેના ખોવાવવાનો રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ પણકરાવ્યો. આ દરમિયાન મહેશ તેની માનીતી બહેન કામીનીને જોયા વિશે પૂછતો રહ્યો. જયારે તેને ખબર મળી કે જોયા દિલ્હી આવી છે તો તે તરત પીછો કરતા દિલ્હી પહોંચી ગયો. જેના બાદ જોયા જયપુર આવી તો તેની પાછળ તે પણ જયપુર આવી ગયો. તેને જયપુરમાં જ ચાકુ ખરીદ્યુ અને જેવી જ સુમસાન જગ્યા મળી તેને જોયા ઉપર ચાકુથી હુમલો કરી દીધો.

જયપુર આવીને મહેશ એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો અને હત્યાની 31 મિનિટ બાદ જ તે ચેકઆઉટ કરીને નીકળી ગયો હતો. ઘટના સ્થળ ઉપર પોલીસે ઘણા સીસીટીવી ચેક કર્યા પરંતુ મહેશે પોતાનો ચહેરો ઢાંકીને રાખ્યો હતો. હત્યા બાદ ગલીમાં થોડા આગળ જઈને તેને પોતાના કપડાં ઉતારીને ફેંકી દીધા હતા. મોબાઈલ લોકેશનના આધાર ઉપર રાજસ્થાન પોલીસ નાસિક પહોંચી અને મહેશની મોબાઈલની દુકાનેથી તેની ધરપકડ કરી.