ફેસબુકમાં વીડિયો અને લગ્નની સાબિતી આપીને વ્યક્ત કર્યું પ્રેમ લગ્ન કરેલી સાંસદની બહેને દુઃખ, જિમ ટ્રેનર સાથે ભાગીને કર્યા હતા લગ્ન

સાંસદની બહેને જીમ ટ્રેનર સાથે ભાગીને કર્યા લગ્ન, દુઃખી થઈને રડતા રડતા પપ્પાને કહ્યું આવું

આપણા દેશમાં હજુ પણ ઘણી જગ્યાએ પ્રેમ લગ્નની અંદર ઘણા બધા બંધનો આવે છે અને એટલે જ ઘણા પ્રેમીઓ ભાગી જવાનું પસંદ કરે છે તો ઘણા પ્રેમીઓ મોતને પણ વહાલું કરી લેતા હોય છે, તો ઘણાં કિસ્સાઓમાં એવી પણ ખબર સાંભળવામાં મળે છે, કોઈ એક પક્ષના લોકો મજબૂત હોવાના કારણે બીજા પક્ષના લોકોને નુકશાન પણ પહોચવતા હોય છે.

ત્યારે હાલ એક ખબર ખુબ જ ચર્ચામાં આવી રહી છે, જેમાં બિહારના હાજીપુરમાં એક પ્રેમી જોડાએ સોશિયલ મીડિયામાં વીડિયો અને તસવીરો પોસ્ટ કર્યા બાદ શનિવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમને બંનેએ પોતાને પોલીસ સામે સરેન્ડર કરી દીધા હતા. તો હવે આ મામલામાં હવે રાજસ્થાન પોલીસ પણ તેમની શોધમાં બિહારના હાજીપુર પહોંચી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે યુવતી કનિકા સોની રાજસ્થાનના હનુમાન ગઢની રહેવાવાળી છે. તેને તેના ઘરની પાસે એક જિમ ટ્રેનર સાથે 14 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરી લીધા હતા. યુવકનું નામ લક્કી જણાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાં લગ્ન કર્યા બાદ બંને ભાગી અને હાજીપુર આવી ગયા હતા. આ મામલામાં રાજસ્થાનથી બિહારમાં આવેલી કનિકાએ તેના પ્રેમી સાથે સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

આ વીડિયોની અંદર કનિકા પોતાને સાંસદની બહેન જણાવીને કહી રહી છે કે તેને પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે ખુશ છે. વીડિયોમાં જ તે આગળ જણાવે છે કે તેનો ભાઈ નિહાલ ચંદ મેઘવાલ રાજસ્થાનના ગંગાનગરથી સાંસદ છે. પોલિટિકલ પાવરના કારણે તેમને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રેમી જોડાએ સોશિયલ મીડિયા ઉપર પોતાના લગ્નની કેટલીક તસવીરો અને દસ્તાવેજ પણ પોસ્ટ કર્યા છે અને પોતાને તેના સાંસદ ભાઈથી બચાવવા માટે અપીલ પણ કરી છે.

કનિકા આ વીડિયોની અંદર જણાવી રહી છે કે “પપ્પા હું માનું છું કે મારાથી બહુ જ મોટી ભૂલ થઇ છે અને મેં તમારી મરજી વિરુદ્ધ લક્કી સાથે લગ્ન કર્યા છે. કારણ કે હું તેને પ્રેમ કરું છું. હું લક્કીને નહિ છોડી શકું. સાંસદ નિહાલચંદ મેઘવાલના પોલિટિકલ પાવરનો ઉપયોગ કરીને જે તમે મને ટોર્ચર કરી રહ્યા છો, તેને બંધ કરી દો. અમે ચાર દિવસથી કઈ ખાધું-પીધું નથી. અમે છુપાઈ છુપાઈને રહ્યા છીએ. મહેરબાની કરીને પપ્પા આને બંધ કરી દો અને મને અને લક્કીને સાથે પોતાનું જીવન સેટ કરવા દો, મારે લક્કીની સાથે રહેવું છે.” આ ઉપરાંત કનિકાએ તેના પિતા ઉપર ઘરમાં બંધ કરી દેવાનો અને જબરદસ્તી લગ્ન કરાવી દેવાનો આરોપ પણ લગાવ્યો છે.

Niraj Patel