લિવ ઇનમાં રહેતી ઉર્વીને રિયાઝ ખાને મારી નાખી, પરિવારની પીડા સાંભળીને હૃદય હચમચી જશે, કેવી રીતે પ્રેમ જાળમાં ફસાવીને દીકરીનો લીધો જીવ

વધુ એક શ્રદ્ધા જેવો હત્યાકાંડ, ઉર્વીને બારમાં રિયાઝ ખાન સાથે થઇ મિત્રતા પછી પ્રેમ, આ કારણે રિયાઝે કરી નાખી હત્યા, ચપ્પલે ખોલ્યું રહસ્ય

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, તો સાથે સાથે લવ જેહાદના પણ ઘણા મામલાઓ જોવા મળે છે. જેમાં હિન્દૂ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેમને લગ્ન કરવાની લાલચ આપીને પછી તેમની સાથે વારંવાર આડા સંબંધો બાંધવામાં આવે છે અને પછી તરછોડી દેવામાં આવે છે, ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે.

થોડા સમય પહેલા દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ સામે આવ્યો હતો, જેને લઈને આખા દેશમાં રોષ જોવા મળ્યો હતો, શ્રદ્ધાના લિવ ઈન પાર્ટનર આફતાબે શ્રદ્ધાની બેરહેમીથી હત્યા કરીને લાશના ટુકડા કર્યા હતા, ત્યારે હાલ એવો જ એક વધુ મામલો સામે આવ્યો છે, જેમાં લિવ ઇનમાં રહેતી ઉર્વીની હત્યા તેના જ પાર્ટનર રિયાઝ ખાને કરી નાખી હતી. આ ઘટના બાદ ઉર્વીનો પરિવાર સદમામાં આવી ગયો છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર રાજસ્થાનની રહેવાસી 27 વર્ષીય એક યુવતીની લાશ નવી મુંબઈમાં ગત શનિવારે 17 ડિસેમ્બરના રોજ મળી હતી, તેની ઓળખ ઉર્વી વૈષ્ણવ તરીકે થઇ હતી. જે મૂળ રાજસ્થાનના બુંદીની રહેવાસી હતી. ઉર્વી છેલ્લા 6-7 વર્ષથી વેઇટરનું કામ કરતી હતી, ત્યારે હવે આ હત્યાના મામલામાં યુવતીના પરિવારજનોએ ઉર્વી સાથે રહેતા તેના લિવ ઈન પાર્ટનર રિયાઝ ખાન પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

પરિવારે જણાવ્યું કે ઉર્વી લગભગ 7 મહિના પહેલા રિયાઝ ખાનના સંપર્કમાં આવી હતી જેના બાદ બંને સાથે જ રહેતા હતા. ઉર્વીના બંને ભાઈ પણ પાસે જ રહેતા હતા. ગત 13 ડિસેમ્બરના રોજ રિયાઝે ઉર્વીને હોટલમાં ઉતારી હતી અને પછી ત્યારથી તે ક્યારેય પરત ના ફરી. ઉર્વીના ભાઈઓએ તપાસ કરવા માટે ફોન કર્યો પરંતુ બંધ આવતો હતો. જેના બાદ પરિવારજનોએ નેરુલ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

17 ડિસેમ્બરના રોજ ઉર્વીની લાશ એક નહેરની પાસે પડેલી મળી હતી. લાશનું નાના સાહેબ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પછી પરિવારજનોને સોંપી દેવામાં આવી. પરિવારનો આરોપ છે કે રિયાઝ પણ હત્યાના બે દિવસ સુધી લાપતા હતો. એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી પહેલાથી જ પરણિત હતો અને યુવતી તેના પર લગ્ન માટે દબાણ બનાવી રહી હતી.

પરિવારજનોની ફરિયાદ બાદ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આરોપી રિયાઝ ખાનની ધરપકડ કરી લીધી છે,. આ મામલામાં હત્યારા રિયાઝનો એક સાથી અને મર્ડરમાં તેનો સહભાગી ઇમરાન શેખ પણ પોલીસના હાથે લાગ્યો. આ મામલામાં પ્રેમ, દગો અને મર્ડર સાથે હવે આ હત્યાકાંડના તાર લવ જેહાદ સાથે પણ જોડાઈ રહ્યા છે. જોકે પોલીસ દ્વારા લવ જેહાદને લઈને કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું, પરંતુ પરિવારજનોની ફરિયાદ બાદ તાપસ તેજ કરી દેવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 2ના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રવિન્દ્ર પાટીલે જણાવ્યું કે લાશ પાસે ચપ્પલ મળી આવ્યા છે. પોલીસ એ દુકાને પહોંચી. દુકાનના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ એકસાથે જોવા મળ્યા હતા. જેના આધારે રિયાઝને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તે પહેલેથી જ પરિણીત છે. ઘણસોલીમાં તેનું જીમ છે. અવારનવાર તે બારમાં જતો જ્યાં તેની ઉર્વી સાથે ઓળખાણ થઈ. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ઉર્વીએ તેના પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી ઉર્વીની કારમાં જ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

Niraj Patel