મધરાતે વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને યુવકે કરી આત્મહત્યા, સ્ટેટસ વાંચીને પોલીસ ચોંકી ગઈ, જાણો શું લખ્યું હતું
દેશભરમાંથી ઘણીવાર હત્યા, આત્મહત્યા અને ચોરી જેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા યુવકો અને યુવતિઓ છેલ્લા કેટલાક સમયથી કંઇક વાતે લાગી આવતા કે પછી અન્ય કોઇ કારણસર આત્મહત્યા કરી લેતા હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે વોટ્સએપ પર સ્ટેટસ મૂકી અને જીવનનો અંત આણી દીધો. રાજસ્થાનના બારાંના નહેરગઢ થાના ક્ષેત્રના જલવાડા કસ્બામાં સોમવારે મોડી રાત્રે એક યુવકે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. મંગળવારે સવારે માતા રૂમમાં ગઇ ત્યારે દીકરાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો.
પોલિસે લાશને કબ્જે કરી અને નાહરગઢ હોસ્પિટલની મોર્ચરીમાં મોકલાવી, પોલિસે પોસ્ટમોર્ટમ બાાદ લાશ પરિવારજનોને સોંપી દીધી હતી. પોલીસનું કહેવું છે કે આત્મહત્યા કરતા પહેલા તેણે એક વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું, જેમાં લખ્યું હતું- ‘હું જઈ રહ્યો છું, મારી લાઇફ મારી રાહ જોઈ રહી છે’. ચોકીના ઈન્ચાર્જે જણાવ્યું કે જલવાડાના રહેવાસી ઓમપ્રકાશ મેઘવાલે આત્મહત્યા કરી લીધી છે. તે શહેરમાં ઈ-મિત્રની દુકાન ચલાવતો હતો.

સોમવારે રાત્રે ચા પીધા બાદ તે રૂમમાં સુઈ ગયો હતો. લગભગ 12 કલાક 4 મિનિટે તેણે વોટ્સએપ પર સ્ટેટસ પણ મૂક્યું હતું. આ પછી મોડી રાત્રે તેણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મંગળવારે સવારે લગભગ 6 વાગ્યા આસપાસ તેની માતા તેને જગાડવા આવી ત્યારે ઓમપ્રકાશ રૂમમાં લટકતો હતો. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ પછી, લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તે બાદ સ્વજનોને સોંપવામાં આવી હતી.
નાહરગઢ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મૃતક પાસેથી કોઇ સુસાઈડ નોટ મળી નથી. પરિવારજનોનું કહેવું છે કે તેમના દીકરાએ પત્ની સાથેના ઘરેલુ ઝઘડાને લઇને માનસિક તણાવને કારણે આત્મહત્યા કરી છે. પોલીસ આપઘાત પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.