હાથ પર પાસવર્ડ લખી નવપરણિતાએ લગાવી ફાંસી : ચાર મહિના પહેલા થયા હતા લગ્ન, લખ્યુ- મારી મોતનું કારણ મોબાઇલમાં છે, જેઠ-જેઠાણી સહિત 3 પર FIR

મોતનું કારણ મોબાઈલમાં છે, ચાર મહિના પહેલાં લગ્ન થયા હતા અને પરિણીતા લટકી ગઈ- કારણ જાણીને મગજ ગુમાવી દેશો

રાજય સહિત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે, કેટલીક વાર તો પરિણિતા સાસરિયાના ત્રાસથી આપઘાત કરતી હોય છે તો કેટલીક વાર પતિના ત્રાસથી… ઘણીવાર પરિણિતા આત્મહત્યા પહેલા કંઇક સાબિતી પણ છોડીને જતી હોય છે.

ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષિય નવપરણિતાએ સાસરે ફાંસી લગાવી મોતને વહાલુ કરી લીધુ છે. પરિણિતાના પરિવારજનોનો આરોપ છે કે, મોત પહેલા યુવતિએ વીડિયો બનાવી સાસરિયાપક્ષ પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેણે તેના હાથ પર મોબાઇલનો પાસવર્ડ પણ લખ્યો હતો. આ ઘટના જેસલમેરમાં બની છે.

પ્રતિકાત્મક તસવીર

મંગળવારે પરિજનો દ્વારા મોર્ચ્યુરીમાં હંગામો કરવામાં આવ્યો હતો.  તે બાદ મહિલા પોલિસ સ્ટેશનમાં સાસરિયાપક્ષ પર મામલો દાખલ થયો છે. તપાસ અધિકારી દ્વારા જણાવાયુ કે, સોમવારે મોડી સાંજે 26 વર્ષિય મોનિકાએ ઇશ્વરરામની ઢાણી સ્થિત તેના સાસરે આત્મહત્યા કરી લીધી હતી. સૂચના મળવા પર પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની જગ્યાને સીલ કરવામાં આવી હતી. મોનિકાના ભાઇ રમેશ માળીએ પોલિસને મોબાઇલની વાત જણાવી હતી.

પરિણિતાના ભાઇએ પોલિસને આપેલ FIRમાં જણાવ્યુ કે, તેની બહેન મોનિકાના લગ્ન 4 મહીના પહેેલા જ દીપચંદ માળી સાથે ધૂમધામથી થયા હતા. લગ્ન બાદથી જ મોનિકાને દહેજ માટે તેના સાસરિયા મેણા મારતા હતા, ઝઘડો કરતા હતા.

તેણે જણાવ્યુ કે, મોનિકાના જેઠ, જેઠાણી અને જેઠાણીનો ભાઇ તેને અવાર નવાર પરેશાન કરતા હતા. જેઠાણીનો ભાઇ પ્રતાપ પણ સાથે જ રહેતો હતો. સતત મેણા સાંભળી મોનિકા પરેશાન થઇ ગઇ હતી અને તેણે આ બધાથી કંટાળી ફાંસી લગાવી લીધી.

રમેશ માળીએ જણાવ્યુ કે, મર્યા પહેલા તેની બહેને એક વીડિયો બનાવ્યો છે. તેમાં મોતનું કારણ અને જવાબદારનું નામ છે તેણે મર્યા પહેલા હાથ પર મોબાઇલનો પાસવર્ડ પણ લખ્યો  હતો. તેણે લખ્યુ હતુ કે, મારી મોતનું કારણ આ મોબાઇલમાં છે. મોબાઇલનો પાસવર્ડ પણ તેના હાથ પર લખ્યો હતો.

પોલિસે મોનિકાના જેઠ-જેઠાણી અને જેેઠાણીના ભાઇ પર 498એ, 304બી/143 અંતર્ગત કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે. મોબાઇલ અને વીડિયોની તપાસ કરવામાં આવશે.

Shah Jina