મણિરાજ બારોટની દીકરીના ઘરમાં ગુંજી કિલકારીઓ, રાજલ બારોટે શેર કરી ખુબ જ શાનદાર તસવીરો અને વીડિયો, મળી રહી છે ઢગલાબંધ શુભકામનાઓ

મણિરાજ બારોટ, ગુજરાતનું એક એવું નામ છે, જેને આજે દરેક ગામમાં દરેક ઘરમાં ગર્વભેર લેવામાં આવે છે, મણિરાજ બારોટ ભલે આજે હયાત નથી, પરંતુ તેમની યાદો આજે પણ લોકોના હૈયામાં વસેલી છે. મણિરાજ બારોટ દ્વારા ગાવામાં આવેલું ગીત સનેડો તો ગુજરાતના જ નહિ દુનિયાભરના ખૂણે ખૂણે ગાવામાં આવે છે. કોઈપણ પ્રસંગે આ ગીત અચૂક વાગતું હોય. ત્યારે હાલ મણિરાજ બારોટની દીકરીના ઘરમાં કિલકારી ગુંજી ઉઠી છે.

મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરીઓ એકલી પડી ગઈ હતી. તેને કોઈ ભાઈ પણ ન હોવાથી તે સમયે રાજલ બારોટ પિતાના પગલે ચાલી લોકગાયક બની અને તેણે બહેનોને મોટી કરી હતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ રાજલ બારોટે પોતાની બે બહેનોના ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા, જેમાં ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોએ હાજરી પણ આપી હતી.

રાજલ બારોટે દીકરી હોવા છતાં એક પિતા તરીકેની ફરજ નિભાવી પોતાની બહેનોને પરણાવી હતી. હવે તેમાંથી જ એક બહેનના ઘરે પારણું બંધાયું છે અને તેની તસવીરો અને વીડિયો ખુદ રાજલ બારોટે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે અને આ ખુશ ખબરી ચાહકોને આપી છે, સાથે જ ચાહકો આ ખબરથી પણ ખુબ જ ખુશ છે અને કોમેન્ટમાં શુભકામનાઓ આપી રહ્યા છે.

રાજલ બારોટની બહેન તેજલના ઘરે એક ખુબ જ સુંદર દીકરીનો જન્મ થયો છે અને દીકરીના જન્મ બાદ રાજલ માસી બની ગઇ છે, માસી બનવાની ખુશી રાજલ બારોટના ચહેરા પર પણ ખુબ જ સ્પષ્ટ દેખાઇ રહી છે. તસવીરો શેર કરવાની સાથે રાજલ બારોટે પોતાના ભાણીબાનું નામ પણ જણાવ્યું છે. તેનું નામ એનાયા રાખવામાં આવ્યું છે.

ભાણીબાની ખુબ જ શાનદાર તસવીરો અને વીડિયોમાં તેનો ક્યૂટ ચહેરો ઉપર જોઈ શકાય છે, આ સાથે જ શેર કરવામાં આવેલા વીડિયોમાં રાજલ બારોટના ઘરમાં ભાણીબાનું ધામધૂમથી સ્વાગત થતું પણ જોવા મળી રહ્યું છે. ઘરને ફૂલોથી ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, અને તેજલ બહેન દ્વારા કેક પણ કાપવામાં આવતી જોવા મળી રહી છે.

રાજલ બારોટે પણ પોતાના ભાણીબાને ખોળામાં લઈને કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો અને વીડિયો ઉપર ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને શુભકામનાઓ પણ આપતા જોવા મળી રહ્યા છે. ચાહકો ઉપરાંત તેમની તસવીરો ઉપર કેટલાક સેલેબ્સ પણ શુભકામનાઓ આપતા જોવા મળી રહ્યા છે.

રાજલને કોઈ ભાઈ નથી, પરંતુ રાજલે પોતાની બહેનોને ક્યારેય ભાઈની ખોટ અનુભવવા નથી દીધી અને તેમના માટે તેમનો ભાઈ પણ બની ગઈ, બે વર્ષ પહેલા પણ તેને પોતાની મોટી બહેનના લગ્નમાં એક ભાઈ બનીને જ કન્યાદાન કર્યું હતું. ત્યારે ગત વર્ષે યોજાયેલા પોતાની બંને બહેનોના લગ્નમાં પણ રાજલે ભાઈ બનીને પોતાની ફરજ નિભાવી અને પોતાના હાથે જ બહેનોનું કન્યાદાન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rajal Barot (@rajalbarotofficial)

રાજલ અને તેની 3 બહેન એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.

Niraj Patel