દિવંગત ગાયક મણિરાજ બારોટની ગાયક દીકરી રાજલ બારોટે પોતાના માટે ખરીદી ચમચમાતી લાખો રૂપિયાની લક્ઝુરિયસ કાર…તસવીરો કરી શેર…જુઓ

ખુશખબરી: ફેમસ સિંગર રાજલ બારોટે નવે-નવી કાર છોડાવી, ચકચકતી લક્ઝુરિયસ કારની તસવીરો થઇ વાયરલ, જુઓ ફોટાઓ

ગુજરાતની ધરતીએ ઘણા બધા ગાયકો આપ્યા છે અને આ ગાયકોએ દુનિયાભરમાં પોતાના નામનો ડંકો પણ વગાડ્યો છે. ઘણા ગાયકોએ બોલીવુડમાં પણ પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે તો ઘણા ગાયકો એવા પણ જેમની લોકપ્રિયતા દુનિયાભરમાં છવાયેલી છે. એવા જ એક ગાયક હતા મણિરાજ બારોટ.

સનેડો ફેમ દિવંગત ગાયક મણિરાજ બારોટે આખી દુનિયામાં પોતાનું આગવું નામ બનાવ્યું. તેમનું સનેડો ગીત તો બોલીવુડમાં પણ ખુબ જ લોકપ્રિય બન્યું અને વિદેશીઓ પણ આ ગીત પર ઝુમતા જોવા મળે છે. આજે ભલે મણિરાજ બારોટ આપણી વચ્ચે હયાત નથી પરંતુ તેમના ગીતો આજે પણ સદાબહાર છે.

મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરીઓ એકલી પડી ગઈ હતી. તેમને કોઈ ભાઈ પણ ન હોવાથી તે સમયે રાજલ બારોટ પિતાના પગલે ચાલી લોકગાયક બની અને તેણે બહેનોને મોટી કરી હતી.  થોડા સમય પહેલા જ રાજલ બારોટે પોતાની બે બહેનોના ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા, જેમાં ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોએ હાજરી પણ આપી હતી.

ત્યારે હાલ રાજલ બારોટે પોતાની મહેનતની કમાણીથી પોતાના માટે એક ખુબ જ શાનદાર કાર ખરીદી છે. આ કાર ખરીદવાની ખુશી તેણે પોતાના સોશિયલ મીડિયા દ્વારા શેર પણ કરી છે. રાજલે કાર સાથેની ઘણી બધી તસવીરો પણ શેર કરી છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને ચાહકો પણ તેને આ નવી કાર માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તસવીરો શેર કરવા સાથે રાજલે જણાવ્યું નથી કે તેણે કઈ કાર ખરીદી છે. પરંતુ તસવીરો જોતા લાગી રહ્યું છે કે તેણે મહિન્દ્રા 700 કાર ખરીદી છે. આ કારની એક્સ શો રૂમ પ્રાઈઝ 13.45 લાખથી 25.48 લાખ સુધી ઓનલાઇન સાઈટ પર બતાવવામાં આવે છે. રાજલે કયુ મોડલ ખરીદ્યું એ પણ સામે નથી આવ્યું.

પરંતુ રાજલની આ કાર ખુબ જ શાનદાર અને લઝુરિયસ દેખાઈ રહી છે. તેણે પોતાના પરિવારજનો સાથે આ કાર પાસે ઘણી બધી તસવીરો ક્લિક કરાવી છે. રાજલની નવી કાર ખરીદવાની ખુશીમાં સામેલ થવા માટે તેની બહેનો અને જીજાજી ઉપરાંત ભાણેજ પણ આવી પહોંચ્યા હતા. તેમને પણ ઘણી બધી તસવીરો ક્લિક કરાવી છે.

રાજલને કોઈ ભાઈ નથી, પરંતુ રાજલે પોતાની બહેનોને ક્યારેય ભાઈની ખોટ અનુભવવા નથી દીધી અને તેમના માટે તેમનો ભાઈ પણ બની ગઈ, તેની બહેનોના લગ્નમાં એક ભાઈ બનીને જ તેણે કન્યાદાન કર્યું હતું. તેમજ એક ભાઈ અને પિતા તરીકેની તમામ જવાબદારી પણ રાજલે પોતે ઉઠાવી લીધી હતી.

રાજલ અને તેની 3 બહેન એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે. પોતાની બહેનોના લગ્નની અંદર રાજલે કોઈ કમી બાકી નહોતી રાખી. પોતાની બહેનોને તે શાહી અંદાજમાં વાજતે ગાજતે મંડપ સુધી લઇ આવી, તો બહેનોના વિદાય સમયે રાજલની આંખોમાં પણ આંસુઓ છલકાઇ આવ્યા હતા.

Niraj Patel