રસોઈ

આજે જન્માષ્ટમીનાં ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ રાજગરાનો શીરો..

મોટેભાગે ફરાળ હોય ત્યારે રાજગરાનો શીરો બનાવવામાં આવે છે. અથવા તો બટાકાનો શીરો . આમ પણ શીરો ખાવાથી ઉપવાસમાં ભૂખ્યા રહ્યાનો અહેસાસ પણ નથી રહેતો અને આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે. તો ચાલો આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ફરાળી રાજગરાનો શીરો. 

સામગ્રી

  • રાજગરાનો લોટ ૫૦ ગ્રામ
  • ઘી ૩ ચમચી
  • પાણી અથવા દૂધ ૨૫૦ મિલી
  • ખાંડ ૬૦ ગ્રામ
  • ઈલાયચી પાવડર
  • કાજુ બદામના ટુકડા

રીત

સૌપ્રથમ એક પેનને ગરમ કરો . એમાં ૩ ચમચી ઘી એડ કરો ઘી ગરમ થાય એટલે એમાં રાજગરોનો લોટ નાખી ને એને ધીમા તાપે સેકી લો.  અને લોટ ફૂલવા લાગે એટલે એ બરોબર શેકાય ગયો છે એને ૩ થી ૪ મીન સેકી લેવાનો અને ૨૫૦ મિલી ગરમ પાણી એડ કરો અને હલાવતા રહો. અને તમે દૂધ પણ લઇ શકો છો. ગેસ ધીમો રાખો ને હલાવતા રો ઘી છૂટું પડે એટલે એમાં ખાંડ એડ કરો વધારે ગળ્યું પસંદ હોઈ તો વધારે ઓછી ખાંડ કરી શકો. 

૧/૨ ચમચી ઈલાયચી એડ કરો અને કાજુ બદામ એડ કરો તો તૈયાર છે આપનો રાજગરાના લોટનો શીરો. 

જન્માષ્ટમી આવે છે મિત્રો તો જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાન ના ભોગ માટે તમે પ્રસાદ બનાવી શકો અને ઉપવાસમાં પણ ખાઈ શકો તો બનવાનું ભૂલતા નઈ.

નોંધ : શીરામાં તમે પાણીની જગ્યા એ દૂધ પણ વાપરી શકો.

સંપૂર્ણ રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :

Subscribe to our channel for more: https://youtu.be/zsI6hvpukNA

Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ