શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાના જેલમાંથી છૂટ્યા પછી પહેલીવાર જોવા મળી સાથે, મંદિરમાં માથું ટેકવતી આવી તસવીરો સામે

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા ગયા મહિને જ જેલમાં 2 મહિના રહ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો હતો. રાજ કુન્દ્રા ઉપર ગંદી ફિલ્મો બનાવવાનો અને તેને એપ ઉપર પ્રસારિત કરવાનો આરોપ લાગ્યો હતો. જેના બાદ તેની ધરપકડ થઇ હતી અને બે મહિના જેલમાં રહ્યા બાદ જામીન ઉપર તે ઘરે આવ્યો હતો.

રાજ કુન્દ્રાના ઘરે આવ્યા બાદ તે ક્યાંય જોવા મળ્યો હતો. જો કે શિલ્પા શેટ્ટી  સોશિયલ મીડિયામાં અને કેટલાક જાહેર સ્થળો ઉપર જોવા મળતી હતી. પરંતુ હાલ રાજ કુન્દ્રા પહેલીવાર તેની પત્ની શિલ્પા સાથે જાહેરમાં નજર આવ્યો છે. જેમની કેટલીક તસવીરો  સોશિયલ મીડિયામાં સામે આવી છે.

લાંબા સમય બાદ રાજ પબ્લિક પ્લેસ પર જોવામાં આવ્યો છે. રાજ આ દિવસોમાં શિલ્પા સાથે હિમાચલ પ્રદેશમાં છે. મંદિરમાંથી રાજ અને શિલ્પાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા રાજ કુન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડીલીટ કરી દીધા હતા. જેના બાદ હાલ રાજ સામે જોવા મળ્યો છે.

શિલ્પા આ દિવસોમાં પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં છે. આ દરમિયાન શિલ્પા અને રાજની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શિલ્પા રાજનો હાથ પકડીને મંદિરમાં દર્શન કરતી જોવા મળે છે. શિલ્પાની આ તસવીરો હિમાચલ પ્રદેશના ચામુંડા દેવી મંદિરની છે. શિલ્પાએ તેના મંદિરની મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જ્યાં તેણે લાંબા સમય બાદ રાજ સાથે જાહેરમાં હાજરી આપી છે.

આ તસવીરો પહેલા શિલ્પા વૈષ્ણો દેવીના દર્શન કરતી જોવા મળી હતી. જોકે, તે સમયે શિલ્પા એકલા જ માતાજીના દર્શન કરવા માટે આવી હતી. પરંતુ હવે શિલ્પા અને રાજ તેના બાળકો સાથે માતાજીના દર્શન કરવા આવી પહોંચી છે. મંદિરની અંદર પૂજા કરતી વખતે પણ શિલ્પાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે આ ખરાબ સમયમાં મજબૂત રહેવાની પ્રાર્થના કરતી જોવા મળે છે.

શિલ્પાએ ઘણા ચાહકો સાથે પણ તસવીરો ખેંચાવી છે. શિલ્પાએ મંદિરમાં કહ્યું કે અહીંયા આવીને વિધિવત પૂજા અર્ચના કરીને મનને શાંતિ મળી છે. શિલ્પાએ એમ પણ કહયું કે જો માતા ચામુંડા તેને દર વર્ષે બોલાવે તો તે પરિવાર સાથે જરૂર આવશે.

Niraj Patel