કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત, બોલ્યા, “મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો..”

Raj Shekhawat detained at Ahmedabad airport : આગામી લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રાજકારણનો માહોલ ખુબ જ ગરમાયો છે.  પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ લોકોમાં ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે બપોરે 2 વાગે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત ડંડા સાથે ક્ષત્રિયો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું છે, જેમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પણ જોડાવવાના હતા.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પાર આવી પહોંચ્યા પરંતુ તેમને એરપોર્ટ પર જ નજરકેદ કરવામાં આવ્યા અને બાદમાં પોલીસે તેમની અટકાયત કરી અને હેડ ક્વાર્ટર લઇ જવામાં આવ્યા. ત્યારે તેમની અટકાયત કરવામાં આવી એ પહેલા જ તેમને અમદાવાદ એરપોર્ટ પરથી એક વીડિયો પણ શેર કર્યો છે.

વીડિયોમાં તેમને જણાવ્યું કે, “હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો. મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે, મને અને મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ (આત્મવિલોપન). એટલે મને મજબૂર ના કરો.”

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે, “જે આક્રોશ સાથે રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ સાફ કરી આપો. અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી. તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું. આ નિર્ણાયક લડત છે અને આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા અપાવશે, તો 2 વાગે કમલમ ખાતે મળીએ. જોઈએ કોણ જીતે છે.”

 

View this post on Instagram

 

A post shared by Dr Raj Shekhawat (@iamrajshekhawat)

Niraj Patel