મનોરંજન

વિવાદોમાં રહ્યા છે શિલ્પાના પતિ રાજ, ગંદી ગંદી ફિલ્મો પહેલા ક્રિકેટમાં આજીવન પ્રતિબંધ લાગ્યો છે અને…

ગંદી ગંદી ફિલ્મો જ નહિ પરંતુ IPL ફિક્સિંગ-અંડરવર્લ્ડ સાથે ડીલમાં પણ ફસાઇ ચૂક્યા છે રાજ કુંદ્રા, જુઓ

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર કથિત રીતે અસ્લિલ MOVIES બનાવવાનો આરોપ છે. તેમની આ આરોપો હેઠળ ધરપકડ પણ કરવામાં આવી છે. સોમવારે મુંબઇ પોલિસે તેમની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ફિલ્મોનું નિર્માણ કરતા હતા અને કેટલીક એપ પર પ્રસારિત કરતા હતા.

મુંબઇ પોલિસ આયુક્તે એક નિવેદનમાં 45 વર્ષિય રાજ કુંદ્રા વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા સંબંધિત ધારાઓ અને સૂચના પ્રૌધોગિકી અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કર્યા બાદ અપરાધ શાખાએ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. તેમણે કહ્યુ કે આ મામલે રાજ કુંદ્રા મુખ્ય સાજિશકર્તા છે.

તમને જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે રાજ કુંદ્રા પોલિસ કે કોઇ તપાસના દાયરામાં આવ્યા હોય. ક્રિકેટની દુનિયામાં પણ તેઓ કલંકિત થઇ ચૂક્યા છે. મામલો ચર્ચિત IPL 2013 સટ્ટાબાજી અને સ્પોટ ફિક્સિંગ વિવાદ સાથે જોડાયેલો છે. જયારે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમોને બે વર્ષ માટે નિલંબિત કરવી પડી હતી.

જયારે રાજસ્થાન રોયલ્સ તપાસના દાયરામાં આવી ત્યારે તેના ત્રણ ક્રિકેટરોને પણ પોલિસે પકડ્યા હતા. તે દરમિયાન ટીમના સહ-માલિક રાજ કુંદ્રાનું નામ પણ સામે આવ્યુ હતુ. તેમના પર આરોપ હતો કે તેમણે પણ સટ્ટાબાજીમાં ભાગ લીધો હતો.

જયારે વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે એક તપાસ પેનલ ગઠિત કરી તો રાજ કુંદ્રા પર ક્રિકેટ સાથે જોડાયેલ ગતિવિધિઓમાં ભાગ લેવા પર બેન લગાવી દીધો. બાદમાં રાજ કુંદ્રાએ પોતાને આ મામલે નિર્દોષ જણાવ્યા હતા.

રાજ કુંદ્રા અને તેમની પત્નીએ આઇપીએલ ટીમમાં પહેલીવાર નિવેશ કર્યો ત્યારે જ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે તેમણે આટલા બધા પૈસા કેવી રીતે ભેગા કર્યા. વર્ષ 2017માં રાજ અને શિલાપ પર ધોખાધડીનો કેસ દાખલ કરાવવામાં આવ્યો. આ મામલામાં 5 અન્યો લોકો વિરૂદ્ધ IPCની ધારા 420, 406 અંતર્ગત FIR દાખલ કરાવવામાં આવી હતી.

વર્ષ 2018માં રાજ કુંદ્રા પર એક એવી કંપની સાથે જોડાવવાનો આરોપ લાગ્યો હતો જે 2000 કરોડના ઘોટાળાનો ભાગ હતી. આ કંપનીનું નામ ગેનબિટક્વાઇન હતુ. જે બાદ ઇડીએ રાજ પર સકંજો કર્યો હતો.

આ ઉપરાંત અંડરવર્લ્ડ સાથે પણ રાજનું નામ જોડાઇ ચૂક્યુ છે. તેમનું નામ ઇકબાલ મિર્ચી નામના ડોન સાથે જોડાયુ હતુ. આ સંબંધમાં ઇડીએ 10 કલાક જેટલી લાંબી પૂછપરછ રાજ સાથે કરી હતી.