મનોરંજન

પપ્પા બસ કંડક્ટર હતા અને દીકરો શાલ વહેંચતો….હાલ રાજ છે 2800 કરોડની સંપત્તિનો માલિક- જાણો

18 વર્ષની ઉંમરથી જ શિલ્પાના રાજે ધંધો ચાલુ કરી દીધો હતો, આજે ગેરેજમાં છે એકથી એક ચડિયાતી લક્ઝૂરિયસ કાર- જુઓ

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા ઘણીવાર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેમની ચર્ચાનું કારણ અલગ છે. તેઓની સોમવારના રોજ પોર્ન ફિલ્મોના આરોપો હેઠળ ધરપરડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા આજે આટલી આલીશાન લાઇફ જીવી રહ્યા છે, પરંતુ આ તેમના માટે પહેલા કોઇ સપનાથી ઓછુ ન હતુ.

રાજનો જન્મ લંડન બ્રિટેનમાં એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. લગભગ 45 વર્ષ પહેલા રાજના પિતા બાલ કૃષ્ણને રાજના દાદાએ લુધિયાણાથી લંડન જવાનું કહ્યુ હતુ. કારણ કે ત્યાં તેઓ કંઇક પૈસા કમાવી શકે અને ઘરે મોકલે. રાજના પિતા સૌથી પહેલા એક કોટન મિલમાં કામ કરતા. તે બાદ તેમણે બસ કંડક્ટરની નોકરી પણ કરી. તેમની માતા એક ચશ્માની દુકાનમાં કામ કરતા હતા.

રાજ પણ માતા સાથે દુકાન પર જતા હતા. બાળપણમાં ઘણીવાર તેમને દુકાનની બહાર રહેલ એક કારની પાછળની સીટ પર સૂવાડી દેવામાં આવતા. રાજનું શરૂઆતી બાળપણ કારની પાછળની સીટ પર જ વાત્યુ. જયારે રાજ થોડા મોટા થયા તો માતા સાાથે દુકાન પર જ જવા લાગ્યા. રાજનું બાળપણ ઘણી કઠિનાઇઓમાં વીત્યુ. રાજ અને તેની બે બહેનોને પાળવામાં માતા-પિતાએ ઘણો સંઘર્ષ કર્યો.

બાળપણથી જ તેમના મનમાં કંઇક મોટુ કરવાની ખ્વાહિશ હતી. જો કે, તેમના પિતાએ ઘણી મહેનત બાદ એક બાદ એક વ્યવસ્યા કર્યા અને ઘરની હાલતને સુધારી. વ્યવસાયીના ગુણ કુંદ્રામાં બાળપણથી જ હતા. જયારે રાજ 18 વર્ષના થયા ત્યારે તેમના પિતાએ કહ્યુ કે, કાં તો રેસ્ટોરન્ટ ચલાવ, કાંતો પોતાનું કામ શરૂ કરો. રાજે આ વાતને ગંભીરતાથી લીધી અને યાત્રા શરૂ કરી દીધી.

રાજ થોડા પૈસા લઇ દુબઇ ગયા અને હીરા કારોબારીઓને મળ્યા પરંતુ વાત ન બની. રાજ નેપાળ પણ ગયા. કેટલીક પશમીના શોલ ખરીદી અને તેને બ્રિટેનના કેટલાક બ્રાન્ડેડ સ્ટોરમાં વેચવાનુ શરૂ કરી દીધુ. જેટલી જલ્દી કારોબાર વધ્યો કે તેમાં પ્રતિસ્પર્ધા પણ વધી ગઇ.

તે બાદ રાજ ફરીવાર દુબઇ ગયા. ત્યારથી લઇને આજ સુધી તેમણે કયારેય પાછળ વળીને જોયુ નથી. આજે તે ટ્રેડિંગ, કંસ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, એનર્જી, સ્ટીલ, શેયર્સ, મીડિયા, સ્પોર્ટ્સ અને ગોલ્ડ ટ્રેડિંગ સાથે જોડાયેલ લગભગ 10 કંપનીઓ પર માલિકી અને ભાગીદારી રાખે છે. રાજને વર્ષ 2004માં એક બ્રિટિશ પત્રિકાએ સૌથી અમીર એશિયાઇ બ્રિટિશની લિસ્ટમાં 198મું સ્થાન આપ્યુ હતુ.

શિલ્પા શેટ્ટી રાજની બીજી પત્ની છે. આ પહેલા રાજે કવિતા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન ચાલી શક્યા નહિ અને તે બંનેના તલાક થઇ ગયા હતા. રાજ અને કવિતાની એક દીકરી પણ છે. બિગ બ્રધર જીત્યા બાદ રાજ સાથે શિલ્પાની મુલાકાત થઇ હતી. બ્રિટેનમાં શિલ્પાની લોકપ્રિયતા રીડિમ કરવા માટે તેના નામ પર એક પરફ્યુમ S 2 લોન્ચ કરી. આ દરમિયાન જ બંને ઘણી નજીક આવી ગયા હતા.

આજે રાજ કુંદ્રાને કોઇ ઓળખની જરૂર નથી. તેમનું કદ એટલું વધી ગયુ છે કે આજે તે સ્ટાર્સથી કમ નથી. તમામ મોટા લોકો તેમના પર્સનલ અને પ્રોફેશનલ સંબંધી છે. શિલ્પા અને રાજના બે બાળકો છે. એક દીકરો વિયાન અને બીજી દીકરી સમિક્ષા.