શિલ્પા સાથે તાંત્રિક પૂજા કરીને હિમાચલથી પરત ફર્યો રાજ કુન્દ્રા, દીકરી માટે કર્યું આ મોટું કામ, જાણીને વખાણ કરશો

ગંદી ફિલ્મો બનાવવા અને તેને એપ ઉપર પ્રસારિત કરવાના આરોપ સર બે મહિના જેલમાં બંધ રહેલા બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા જેલમાંથી જામીન ઉપર છૂટ્યા બાદ ઘરમાં જ બંધ હતા, જેના બાદ થોડા સમય પહેલા જ તે પત્ની શિલ્પા સાથે હિમાચલના મંદરીમાં સ્પોટ થયા હતા, જેની ઘણી તસવીરો પણ સામે આવી હતી.

હિમાચલના મંદિરોમાં દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ રાજ કુન્દ્રા મુંબઈ પરત આવી ગયો છે. આજે શુક્રવારના રોજ રાજ કુન્દ્રાને રમકડાંની દુકાનની બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજ કુન્દ્રાને સ્પષ્ટ રીતે પહેલીવાર પેપેરાજીએ સ્પોટ કર્યો છે. આ પહેલા તે કેમેરા સામે સંતાકૂકડી રમતા જ જોવા મળ્યો હતો.

રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટી પણ હિમાચલથી પરત ફરતા તેની સાથે જોવા મળી હતી. થોડા દિવસ પહેલા જયારે શિલ્પા આખા પરિવાર સાથે અલીબાગમાં રજાઓનો આનંદ માણવા માટે ગઈ હતી ત્યારે પણ રાજ કુન્દ્રા તેની સાથે જોવા મળ્યો નહોતો. પરંતુ હવે રાજ કુન્દ્રાની સંતાકૂકડી પૂર્ણ થઇ ગઈ છે.

શુક્રવારના રોજ તે પેપરાજીના કેમેરાથી પોતાની જાતને બચાવી ના શક્યો અને તેની ઘણી તસવીરો પણ કેમેરામાં કેદ થઇ ગઈ હતી. રાજ કુંદ્રાએ મીડિયા સાથે કોઈ વાતચીત કરી નહોતી. તે રમકડાંની દુકાનમાંથી બહાર નીકળી અને સીધો જ ગાડીમાં બેસી ગયો હતો.

રાજ કુંદ્રાએ માસ્ક પહેર્યું હતું. આ ઉપરાંત તે બ્લુ ટી શર્ટ અને ડેનિમ જીન્સમાં નજર આવ્યો હતો. રાજ કુન્દ્રાને બાંદ્રા સ્થિત એક રમકડાંની દુકાન બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો. દુકાનની બહાર પણ રાજ કુંદ્રાએ મીડિયાને ઇગ્નોર કરવાનો પૂરો પ્રયત્ન પણ કર્યો હતો.

જ્યારથી રાજ કુન્દ્રા જેલમાં ગયો હતો ત્યારથી શિલ્પા શેટ્ટી આધ્યાત્મિક રૂપથી જ બધાની સામે આવી છે. બંને પતિ પત્ની ધર્મશાલા સ્થિત બગલામુખી મંદિર ગયા હતા. ત્યાં તેમને તાંત્રિક પૂજા પણ કરી. મંદિરમાંથી બંનેના વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી.

Niraj Patel