શર્લિન ચોપડા પર ભડક્યો રાજ કુન્દ્રા કહ્યું, “સમાજ માટે છે ખતરો !જલ્દી જ થશે ધરપકડ”, જુઓ બીજું શું કહ્યું

“આ અભિનેત્રી સમાજ માટે ખતરો છે…” શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો મગજ હટ્યો, ટૂંક સમયમાં ધરપકડ થશે! જાણો સમગ્ર મામલો

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં રહે છે. જ્યારથી રાજ કુન્દ્રા જેલમાંથી છૂટ્યો છે ત્યારથી પેપરાજી સામે પણ તે માસ્ક પહેરીને જ આવે છે. આ ઉપરાંત તે પેપરાજીના કોઈપણ સવાલનો જવાબ પણ નથી આપતો જોવા મળતો. તે છતાં પણ રાજ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે, ઘણીવાર તે તેની પોસ્ટના કારણે પણ ચર્ચામાં આવે છે.

હાલમાં જ રાજ કુન્દ્રાએ ટ્વીટર પર એક પોસ્ટ કરી છે જેને લઈને તે ફરીથી ચર્ચામાં આવ્યો છે. રાજ કુન્દ્રાએ પોતાની હાલની લેટેસ્ટ પોસ્ટમાં અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપડાને સમાજ માટે ખતરો ગણાવી છે. શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા સામે ચાલી રહેલા કેસ દરમિયાન તેમના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.

ત્યારે હવે તાજેતરમાં, ટ્વિટર પર એક ચાહકના પ્રશ્નનો જવાબ આપતા, તેણે શર્લિન વિશે ખુલીને વાત કરી. હવે રાજ કુન્દ્રાએ વધુ એક નવું ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વિટમાં પણ રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરા પર જોરદાર નિશાન સાધ્યું છે. રાજ કુન્દ્રાએ થોડા સમય પહેલા એક લેટેસ્ટ ટ્વીટ શેર કર્યું છે. જે હાલ વાયરલ થઇ રહી છે.

આ ટ્વીટમાં તેને લખ્યું છે, “આ મારો મુદ્દો છે કે તે તેના X રેટ કન્ટેન્ટ માટે શા માટે અન્ય કોઈને દોષી ઠેરવી રહી છે, જેનું તેણે પોતે જ મુદ્રીકરણ કર્યું છે.” રાજ આટલેથી જ અટક્યો નથી, તેણે શર્લિનને સમાજ માટે ખતરો પણ કહી દીધી છે. રાજ કુન્દ્રા આગળ લખે છે કે તે અશ્લીલતા અને મહિલાઓના અધિકારો પર વાત કરે છે. બીજી બાજુ, તે આવી ગંદકી બનાવે છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. શર્લિન ચોપરા સમાજ માટે ખતરો છે.

Niraj Patel