મનોરંજન

BREAKING : બે મહીના બાદ જેલની બહાર નીકળ્યા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા, તસવીરોમાં જોવા મળી ઉદાસી

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રાની ફિલ્મ રેકેટ કેસમાં 19 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે રાજ કુંદ્રા પૂરા 62 દિવસ બાદ જેલની બહાર આવી ગયા છે. રાજ કુંદ્રા પર ગંદી ફિલ્મો બનાવવાનો અને તેને એપ પર પ્રકાશિત કરવાનો આરોપ હતો.  રાજને 50 હજારના જામીન પર છોડવામાં આવ્યો છે. રાજ કુંદ્રાની હવે જેલની બહાર આવ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ છે. (તસવીરો : સોશિયલ મીડિયા)

રાજ કુંદ્રાએ અદાલત સમક્ષ અરજી દાખલ કરતા દાવો કર્યો હતો કે, આ મામલે મુંબઇ પોલિસની અપરાધ શાખા દ્વારા જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં તેમના વિરૂદ્ધ કોઇ પણ સબૂત નથી. તેમણે અરજીમાં દાવો કર્યો હતો કે તેમને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.

રાજ કુંદ્રાની હાલમાં સામે આવેલી તસવીરોમાં તે થોડા કમજોર લાગી રહ્યા છે. તેમના કપડા પણ ઢીલા જોવા મળી રહ્યા છે. ત્યારે તેમની નજર પણ જૂકેલી છે. હાથમાં તેઓ પ્લાસ્ટિકની બેગ લઇ મીડિયા વચ્ચે જોવા મળી રહ્યા હતા. તેમના માથા પર ટીકો લાગેલો હતો, જે જોઇને એવું લાગી રહ્યુ હતુ કે તેઓ જેલથી નીકળતા સીધા જ ભગવાનના આશીર્વાદ લેવા ગયા હોય.

રાજ કુંદ્રાની ગાડીમાં બેસતા સમયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. એક તસવીરમાંં તે હેરાન પરેશાન અને માથુ પકડતા પણ જોવા મળી રહ્યા છે. રાજ કુંદ્રાની આ હાલત પહેલા કોઇએ પણ જોઇ નહિ હોય.

રાજ કુંદ્રાની સ્ટ્રોન્ટ બિલ્ટ, બાઇસેપ્સ અને ચેસ્ટ હવે પહેલા  જેમ નથી રહ્યા. તેઓ શારીરિક રીતે કમજોર જોવા મળી રહ્યા છે. મીડિયાથી બચતા તેઓ તેમના ઘરે નીકળી ગયા હતા. તેમણે મીડિયાના એક પણ સવાલનો જવાબ આપ્યો ન હતો. તસવીરોમાં તેઓ ઘણા ઇમોશનલ પણ લાગી રહ્યા હતા.

જણાવી દઇએ કે, રાજ કુંદ્રાની પોલિસે 19 જુલાઇના રોજ ધરપકડ કરી હતી. જે બાદ તેઓ સતત કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા. આ મામલે કેટલીક અભિનેત્રીઓએ પણ રાજ પર આરોપ લગાવ્યો હતા. તેમાં શર્લિન ચોપરા અને પૂનમ પાંડેનું નામ પણ સામેલ છે. આ મામલે શિલ્પા શેટ્ટી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે સ્પષ્ટ કહી દીધુ હતુ કે તેને આ મામલે કોઇ લેવા-દેવા નથી. અહીં  સુધી કે શિલ્પા શેટ્ટીએ એ કહ્યુ હતુ કે, તેને આ વિશે કોઇ જાણકારી નથી.

શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો, શિલ્પા પતિની ધરપકડ બાદથી ઘણી હિંમત સાથે પરિવારને સંભાળતી નજર આવી હતી. શિલ્પા બધી રીતે પરિવારને મુશ્કેલ સમયમાંથી બહાર નીકાળી તેમની હિંમત વધારી રહી હતી. શિલ્પા તેની પ્રોફેશનલ લાઇફ પણ ઘણી સારી રીતે નિભાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)