મનોરંજન

શિલ્પા શેટ્ટીના પતિ રાજની ધરપકડનું સાચું કારણ આવ્યુ સામે, ખુલી ગયું મોટું રહસ્ય

રાજ કુંદ્રા કેસમાં શનિવારે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. આ સુનાવણીમાં બંને પક્ષોના વકીલે પોતાની વાત રાખી. આ દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે શનિવારે બોમ્બે હાઇકોર્ટે સૂચિત કર્યા કે મુંબઇ ક્રાઇમ બ્રાંચે 48TB ડેટા રિકવર કર્યો છે. જેમાં બે એપથી 51 ગંદી ફિલ્મો જપ્ત કરી છે.સાથે જ તેમણે રાજ કુંદ્રા અને રયાનની ધરપકડનું કારણ પણ જણાવ્યુ છે.

તેમણે કહ્યુ કે, વોટ્સએપ ગ્રુપ અને ચેટને ડિલીટ કરવામાં આવી રહ્યા હતા. આ સાથે જ સબૂત પણ નષ્ટ કરવામાં આવી રહ્યા હતા અને જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એકાઉન્ટેંટે રાજ કુંદ્રાની ધરપકડના આગળના દિવસે ડેટા ડીલિટ કર્યો હતો.

ન્યાયમૂર્તિ અજય ગડકરીની પીઠના સમક્ષ વીડિયો કોન્ફ્રેંસિંગના માધ્યમથી સુનાવણીમાં પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યુ કે, બંને એટલે કે રાજ અને રયાન પર ગંદી ફિલ્મોના કંટેંટા ગંભીર અપરાધના આરોપ છે અને પોલિસે ફોન અને સ્ટોરેજ ડિવાઇસથી કંટેંટ પણ જપ્ત કર્યુ છે. સાથે જ તેમણે કહ્યુ કે, રાજ કુંદ્રાના બનેવી પ્રદીપ બખ્શીથી ઇમેલ સંદેશના માધ્યમથી વાત પણ થઇ છે. આ વાતચીત હોટશોટ એપને લઇને છે. પ્રદીપ બખ્શી લંડનમાં કંપનીના માલિક છે.

પબ્લિક પ્રોસિકયૂટરે કહ્યુ કે, પોલિસને બોલ્ડ વીડિયો મળ્યા છે. આ સાથે જ કેટલાક ગ્રાહકોથી પ્રાપ્ત ચૂકવણીની જાણકારી પણ મળી છે. આ પહેલા રાજ કુંદ્રાના વકીલ આબાદ પૌંડાએ કહ્યુ હતુ કે, પોલિસે પોતાના પહેલા રિમાંડમાં કોઇ ચેટને હટાવવાનો ઉલ્લેખ કર્યો નથી અને તેને સામેલ ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે.

અદાલત દ્વારા આજે પણ સુનાવણી જારી રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, સરકારી વકીલ અરુણા પઇએ કોર્ટમાં કહ્યુ કે, હોટશોટ એપથી 51 આપત્તિજનક ફિલ્મો અને ગંદી ફિલ્મો જપ્ત કરવામાં આવી છે. વકીલે કહ્યુ કે, તે ફિલ્મોના તાર સીધા રાજ કુંદ્રા સાથે છે.