મનોરંજન

રાજ કુંદ્રાની ઓફિસ પર પોલિસે પાડી રેડ, 5 FIR અને 20-25 વર્ષની સ્ટ્રગલિંગ અભિનેત્રીઓ….જાણો વિગત

ફિલ્મો બનાવવાના આરોપમાં બોલિવુડની મશહૂર અદાકારા શિલ્પા શેટ્ટીના પતિની મુંબઇ પોલિસે સોમવારે ધરપકડ કરી હતી. રાજ 23 જુલાઇ સુધી પોલિસ કસ્ટડીમાં છે. આ વચ્ચે મુંબઇ પોલિસે રાજ કુંદ્રાની ઓફિસ વિયાન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને કેટલીક અન્ય જગ્યાએ બુધવારના રોજ છાપેમારી કરી. તેમાં રાજ કુંદ્રાની ઓફિસમાં લાગેલ કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક અને સર્વરને સીઝ કરવામાં આવ્યુ છે.

એવું માનવામાં આવી રહ્યુ છે કે, અહીંથી વી ટ્રાંસફરની મદદથી આવા વીડિયોને અપલોડ કરવામાં આવતા હતા. આ ઉપરાંત કેટલાક અન્ય દસ્તાવેજો પણ મળ્યા છે. આ સાથે જ પોલિસે રાજનો મોબાઇલ અને લેપટોપ પણ જપ્ત કરી લીધુ છે. આ ઉપરાંત રાજ કુંદ્રાના બનેવી પ્રદીપ બખ્શી વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.

મુંબઇ પોલિસ અનુસાર, પ્રદીપ બખ્શી પણ આ કેસમાં રાજ કુંદ્રા સાથે આરોપી છે. બખ્શી હોટશોટ્સ એપ બનાવનાર કંપની કેનરિનનો કો ઓનર છે. તપાસમાં ખબર પડી કે કુંદ્રાએ હોટશોટ્સ એપને મેંટેન કરવા માટે પ્રતિકેશ અને ઇશ્વરન નામના બે લોકોને વિયાન ઇન્ડસ્ટ્રી લિમિટેડના પેરોલ પર રાખ્યા હતા. કેનરિન કંપનીના હોટશોટ્સ એપને મેનેજ કરવા માટે રાજની કંપનીને મહિને 3-4 લાખ રૂપિયા આપવા પડતા હતા.

ત્રણ દિવસ પહેલા મલાડ પશ્ચિમના મડ ગામમાં એક ભાડાના બંગલામાં છાપેમારી કરવામાં આવી હતી અને ત્યાંથી સાબિતી મળ્યા બાદ રાજ કુંદ્રાની ધરપકડ થઇ હતી. કુંદ્રા પર ગંદી ફિલ્મો બનાવવાનો આરોપ છે અને તેને એપ પર પ્રકાશિત કરવાનો પણ આરોપ છે.

રીપોર્ટ અનુસાર તપાસમાં સામે આવ્યુ છે કે, ફિલ્મોના રેકેટનો માસ્ટરમાઇન્ડ રાજ કુંદ્રા છે. કુંદ્રા ફિલ્મ નિર્માણ માટે બનેલ પ્રોડક્શન હાઉસની આડમાં એક મોટુ રેકેટ ચલાવી રહ્યો હતો. 20થી 25 વર્ષની છોકરીઓને ટાર્ગેટ કરવામાં આવતી હતી અને કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવતો હતો. આ કોન્ટ્રાક્ટમાં ફિલ્મ છોડવા પર કેસ કરવાનો ક્લોઝ હતો.