જીવનશૈલી મનોરંજન

3 કરોડની હીરાની વીંટી, 50 કરોડનો બંગલો, જ્યારે શિલ્પા શેટ્ટીના પતિએ આપી આવી-આવી કિંમતી ભેંટ

નસીબદાર છે શિલ્પા શેટ્ટી, પતિ હોય તો આવો..જુઓ કેવી કેવી ગિફ્ટ આપે છે

યોગા ક્વિન તરીકે ઓળખાતી બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મૂળ  મુંબઈના રહેવાસી લંડન બેસ્ડ બિઝનેસમૈન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા. આગળની 22 નવેમ્બરે શિલ્પાએ લગ્નની 11 મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

Image Source

જણાવી દઈએ કે આ રાજ  કુંદ્રાએ શિલ્પા સાથે બીજા લગ્ન કર્યા હતા. રાજ કુંદ્રાએ પહેલા લગ્ન વર્ષ 2003 માં કવિતા સાથે કર્યા હતા. લગ્નના અમુક સમય પછી બંન્ને વચ્ચે છૂટાછેડા થયા હતા. જો કે તે સમયે શિલ્પા જ તેઓ વચ્ચેના છૂટાછેડાનું કારણ માનવામાં આવ્યું હતું અને કવિતાએ શિલ્પા પર આરોપ પણ લગાવ્યો હતો.

Image Source

જો કે આજે આ જોડી બોલીવુડની બેસ્ટ અને રોમેન્ટિક જોડી માનવામાં આવે છે. લોકો આજે બંન્નેના પ્રેમની મિસાલ પણ આપે છે. રાજ કુંદ્રા અવાર-નવાર મોંઘી-મોંઘી ભેંટો શિલ્પાને આપતા રહે છે જેની કિંમત કરોડોમાં હોય છે. આવો તો જાણીએ કે અત્યાર સુધીમાં રાજ કુંદ્રા કેટલી મોંઘી ભેંટો શિલ્પાને આપી ચુક્યા છે.

Image Source

રાજ કુંદ્રાએ લગ્નના સમયે શિલ્પાને હીરા જડિત વીંટી ભેંટમાં આપી હતી જેની કિંમત 3 કરોડ રૂપિયા હતી.આ વીંટી પર 20 કેરેટનો ડાઈમંડ લાગેલો હતો. લગ્નના સમયે શિલ્પાએ 50 લાખ રૂપિયાનો લહેંગો પહેરી રાખ્યો હતો.

Image Source

રાજ કુંદ્રાએ શિલ્પાને લગ્નની ત્રીજી વર્ષગાંઠ પર દુબઈના બુરઝ ખલીફામાં એક એપાર્ટમેન્ટ ભેંટમાં આપ્યો હતો જેની કિંમત 50 કરોડ રૂપિયા હતી.

Image Source

આ સિવાય રાજે શિલ્પાને બ્લુ કલરની લેમ્બોર્ગીની પણ ભેંટ સ્વરૂપે આપી હતી. આ ગાડીની કિંમત 3 થી 5 કરોડ રૂપિયા સુધીની છે.

Image Source

વર્ષ 2020 માં રાજે નોએડાના સુપરનોવા બિલ્ડીંગમાં એક 3000 સ્કવેર ફૂટનો ફ્લેટ શિલ્પાને ભેંટમાં આપ્યો હતો. આ સિવાય મુંબઈમાં એક સી-ફેસિંગ વિલા પણ ભેંટમાં આપ્યો હતો જેનું નામ ‘કિનારા’ છે. હાલ શિલ્પા આ જ ઘરમાં પરિવાર સાથે રહે છે.

Image Source

આ સિવાય સેન્ટ્રલ લંડનમાં પણ પણ રાજએ શિલ્પા માટે 7 કરોડનો ફ્લેટ ખરીદ્યો છે જે શિલ્પાએ જ ડિઝાઇન કરાવ્યો છે. આ સિવાય લંડનના વેયરબ્રિજ પર એક આલીશાન બંગલો છે જેનું નામ રાજ મહેલ છે.

Image Source

શિલ્પા અને રાજની પહેલી મુલાકાત લંડનમાં જ થઇ હતી જ્યા રાજ કુંદ્રાએ શિલ્પાને પરફ્યુમ બ્રાન્ડ-2 ને પ્રમોટ કરવામાં મદદ કરી હતી. હાલ બંન્નનો એક દીકરો વિઆન છે અને દીકરી સમીશા છે. સમીશાનો જન્મ સેરોગેસી ટેક્નિક દ્વારા થયો હતો.