બોલીવુંડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રાની પ્રેમ કહાની જગજાહેર છે. શિલ્પા શેટ્ટીની પતિ સાથેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ હંમેશા ચર્ચામાં રહે છે. એવામાં રાજ કુંદ્રાએ આજે એટલે કે 9 સ્પટેમ્બરના રોજ પોતાના 44 માં જન્મદિસવની ઉજવણી કરી છે.
આ મૌકા પર શિલ્પાએ રાજ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો આ સમારોહમાં પહોંચ્યા છે. જેમાં આમિર ખાન, જૈકી ભગનાની, હરમન બાવેજા, આર માધવન, આયુષ શર્મા-અર્પિતા ખાન જેવા અનેક કિરદારો હાજર રહ્યા છે. શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ આ મૌકા પર હાજર રહી હતી.
જન્મદિવસની ઉજવણીની તસ્વીરો અને વિડીયો શિલ્પાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. આ સિવાય શિલ્પાએ પતિ સાથે રોમેન્ટિક તસ્વીર શેર કરતા રાજ કુન્દ્રાને ખાસ અંદાજમાં જન્મદિસવની શુભકામનાઓ આપી છે. તસ્વીર શેર કરતા શિલ્પાએ લખ્યું કે,”હેપ્પીએસ્ટ બર્થડે મારા કુકી. તમે મારા દિલના કિંગ છો. મારા સંપનાના રાજકુમાર અને મારા જીવનનો પ્રેમ”.
શિલ્પાએ આગળ લખ્યું કે,”તમે સૌથી બેસ્ટ પિતા, દીકરા, ભાઈ અને પતિ છો અને હું સૌથી નસીબદાર વ્યક્તિ છું. હું આશા કરું છું કે તમારા દરેક સપનાઓ પુરા થાય, કેમ કે તમે આ બધાને માન્ય છો”.
પાર્ટીમાં શિલ્પાએ પર્પલ કલરનું શિમરી ટોપની સાથે ગ્રે રંગનું મીની સ્કર્ટ પહેરી રાખ્યું હતું. જ્યારે કુંદ્રાજી બ્લેક ટીશર્ટમાં જોવા મળ્યા છે. શિલ્પાએ મીડિયાની સામે જ પતિ કુંદ્રાને કિસ કરીને જન્મદિસવની શુભકામનાઓ આપી હતી. આ સિવાય બાકીના હાજર લોકોએ પણ મીડિયાની સામે પોઝ આપ્યા હતા.
અમુક તસ્વીરોમાં રાજ કેક કટિંગ કરતા દેખાઈ રહ્યા છે. શિલ્પા પણ પતિ સાથે એકદમ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહી છે. અમુક તસ્વીરોમાં શિલ્પા પતિ અને મિત્રોની સાથે પોઝ આપતી દેખાઈ રહી છે.
જણાવી દઈએ કે રાજ કુંદ્રાનો જન્મ લંડનમાં થયો હતો. શિલ્પાની રાજ કુંદ્રા સાથેની પહેલી મુલાકાત પણ લંડનમાં જ થઇ હતી. તે સમયે શિલ્પા પરફ્યુમ બ્રાન્ડ એસ-2 નું પ્રમોશન કરી રહી હતી. રાજ કુંદ્રાએ આ બ્રાન્ડના પ્રમોશનમાં શિલ્પાની મદદ કરી હતી. આજ દરમિયાન બંન્ને વચ્ચે નજીકતા વધવા લાગી. તે સમયે રાજ વિવાહિત હતા છતાં પણ શિલ્પા-રાજ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
શિલ્પાએ કહ્યું હતું કે રાજ કુંદ્રાએ તેને પ્રપોઝ કરતા પહેલા પેરિસની લી ગ્રેન્ડ હોટેલનો પુરો બૈન્કેટ હોલ બુક કરી લીધો હતો. રાજે તેને એવું કહીને બોલાવી હતી કે તેને તેના મિત્રો સાથે મળાવવાનું છે. જેના પછી શિલ્પાના પહોંચતા જ રાજે ઘૂંટણો પર બેસીને તેને વીંટી આપીને પ્રોઝ કર્યું હતું અને સાથે હળવું મ્યુઝિક પણ વાગી રહ્યું હતું.
તે દરમિયાન રાજની પહેલી પત્ની કવિતાએ કહ્યું હતું કે શિલ્પાને લીધે રાજે પોતાને અને તેની દીકરીને પણ છોડી દીધી. કવિતાએ તે સમયે શિલ્પા પર તેના લગ્ન તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. જ્યારે શિલ્પાનું કહેવું હતું કે તે ક્યારેય કવિતાને મળી પણ ન હતી. જ્યારે એ રાજને મળી હતી ત્યારે તે કવિતાથી અલગ થઇ ચુક્યા હતા.
એવામાં શિલ્પાએ 22 નવેમ્બર 2009 ના રોજ રાજ સાથે લગ્ન કર્યા હતા. શિલ્પાએ તેના લગ્ન પર ડિઝાઈનર તરુણ તહિલિયાની દ્વારા ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી.
જુઓ રાજ-શિલ્પાની ખાસ બોન્ડિંગનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks