શું પત્ની શિલ્પા શેટ્ટીથી અલગ થઇ રહ્યો છે રાજ કુન્દ્રા ? અડધી રાત્રે હેરાનીમાં મૂકી દીધા, કહ્યું.. “મુશ્કેલ સમયમાં સાથ આપજો !”
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Raj Kundra And Shilpa Shetty Seperated : બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના અભિનય અને તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તો તેનો બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. સમાચારમાં રહેવાનો આ ટ્રેન્ડ એડલ્ટ ફિલ્મો બનાવવાથી શરૂ થયો. આ પછી રાજ જેલમાં ગયો, જામીન પર બહાર આવ્યો, માસ્ક પહેરીને ફરવા લાગ્યો,
સ્ટેન્ડઅપ કોમેડી પણ કરી. હવે રાજ તેની આગામી ફિલ્મ ‘UT 69’ માટે હેડલાઇન્સમાં છે. તેનું ફેમસ ટ્રેલર ગઈ કાલે રિલીઝ થયું હતું. તે જ સમયે, હવે રાજની લેટેસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે કંઈક ચોંકાવનારું લખીને બધાને ચોંકાવી દીધા છે.
રાજ કુન્દ્રાની ટ્વિટથી ચાહકો ચિંતામાં :
મોડી રાત્રે, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ અને એક્સ હેન્ડલ્સ પર છૂટાછેડા વિશે એક આઘાતજનક પોસ્ટ શેર કરી. પત્ની શિલ્પાનું નામ લીધા વિના રાજે લખ્યું, ‘અમે અલગ થઈ ગયા છીએ, અને આ મુશ્કેલ સમયમાં અમને સમય આપવા માટે તમને નમ્ર વિનંતી છે.’ રાજની આ પોસ્ટ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને લોકો તેને જોઈને દંગ રહી ગયા છે. ઘણા લોકોએ આ પોસ્ટ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, જ્યારે ઘણા લોકોએ તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે.
રાજ કુન્દ્રા પર બની છે ફિલ્મ :
રાજ કુન્દ્રાની આ પોસ્ટ જોઈને કેટલાક લોકોએ તેને ‘UT 69’ માટે માર્કેટિંગ ગિમિક ગણાવી છે. જ્યારે તેનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આ ફિલ્મ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે. ‘UT 69’ વિશે વાત કરીએ તો, તે રાજ કુન્દ્રાના આર્થર રોડ જેલમાં વિતાવેલા દિવસોની વાર્તા દર્શાવે છે. તમને જણાવી દઈએ કે જુલાઇ 2021 એડલ્ટ ફિલ્મો બનાવવા બદલ રાજની ધરપકડ કરવામાં આવી હતી. તમામ પ્રયાસો છતાં તેને જામીન મળતાં બે મહિનાનો સમય લાગ્યો હતો.
3 નવેમ્બરે થશે રિલીઝ :
‘UT 69’ બનાવવા અંગે રાજ કુન્દ્રાએ ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં કહ્યું, ‘આર્થર રોડમાં વિતાવેલા 63 દિવસના મારા અનુભવો વિશે હું દરરોજ લખતો રહ્યો. હું તેના પર એક પુસ્તક લખવા માંગતો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ હું શાહનવાઝ અલીને મળ્યો અને તેમને મારા દ્વારા લખેલી નોટ વાંચવા માટે આપી. જ્યારે તે મને ફરીથી મળવા આવ્યો ત્યારે તે લખેલી સંપૂર્ણ સ્ક્રિપ્ટ લઈને આવ્યો અને કહ્યું કે તે તેના પર ફિલ્મ બનાવશે. રાજ કુન્દ્રાની ફિલ્મ ‘UT 69’ 3 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023