લગ્નના 12 વર્ષ પછી માતા બની હતી મંદિરા બેદી, પતિ રાખતો હતો આવી રીતે ખ્યાલ, પરફેક્ટ ફેમેલી મેન હતો રાજ કૌશલ

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી આજે ખુબ જ દુઃખદ ખબર આવી છે. અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હૃદય રોગના હુમલાના કારણે આજે સવારે દુઃખદ નિધન થયું છે. મંદિર પતિના નિધન બાદ ખુબ જ સદમામાં પહોંચી ગઈ છે. રાજે પોતાનું આખું જીવન પરિવારના નામે કરી દીધું હતું. તે એક પરફેક્ટ ફેમીલીમેન હતો.

મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત 1996માં મુકુલ આનંદના ઘરે થઇ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા માટે પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના આસીટન્ટના રૂપમાં કામ કરતો હતો. ત્યારે રાજ અને મંદિરાની નજર એકબીજા સમયે મળી હતી. પરંતુ એ સમયે બંને પોતાના કામની અંદર જ વ્યસ્ત હતા.

મંદિરા અને રાજ બંને એકબીજાથી ખુબ જ અલગ અલગ હતા. છતાં પણ બંને એકબીજા તરફ આકર્ષિત થયા અને જોત જોતામાં બંને એકબીજાને પોતાનું દિલ પણ આપી બેઠા હતા અને 14 ફેબ્રુઆરી 1999ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.

પરંતુ આ લગ્નથી મંદિરાના માતા પિતા નારાજ હતા. તે મંદિરાના લગ્ન એક ફિલ્મ નિર્દેશક સાથે કરાવવા ઇચ્છતા હતા. પરંતુ બંનેના પ્રેમની આગળ કોઈનું કઈ ચાલ્યું નહીં અને આખરે બંનેએ લગ્ન કરી લીધા.

મંદિરા લગ્નના 12 વર્ષ બાદ માતા બની હતી, મંદિરા અને રાજને એક દીકરો થયો. જેનું નામ બંનેએ વીર રાખ્યું હતું.

વીરના જન્મના વર્ષો બાદ મંદિરા બેદીએ અને રાજ કૌશલે એક દીકરી દત્તક લેવાનો નિર્ણય કર્યો. ગયા વર્ષે જ બંનેએ એક તારા નામની દીકરીને દત્તક લીધી હતી.

રાજ કૌશલ ભલે કામની અંદર ગમે તેટલા વ્યસ્ત કેમના હોય પરંતુ જયારે વાત પરિવારની આવતી ત્યારે તે દરેક સમયે પોતાના પરિવાર સાથે ઉભા રહેતા હતા.

મંદિરા બેદી અને રાજ કૌશલની જોડી દરેક રીતે પરફેક્ટ હતી. બંને હંમેશા ચાહકો વચ્ચે કપલ ગોલ્સ આપ્યા કરતા હતા.

મંદિરા અને રાજ સમય મળવાની સાથે જ રજાઓ માણવા માટે પણ પહોંચી જતા હતા. રાજ પોતાની હાજરી દ્વારા આ વેકેશનને ચાર ચાંદ લગાવી દેતા હતા.

Niraj Patel