‘ભગવો ઉતારી દેતા તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું…’ 15 યુવતીઓ સાથે હતા સંબંધ, જાણો કોણે આવો ધડાકો કર્યો 

ગઇકાલના રોજ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલ ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી લમાણામાં ગોળી મારી આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ અનેક ચર્ચા જન્મી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા જ રાજ ભારતી બાપુ દારૂ પીતા હોય તેવો વીડિયો અને કેટલાક ઓડિયો વાયરલ થયા હતા અને આને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યુ છે.

રાજ ભારતી બાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જ ગોળી મારી જીવન ટૂંકાવી લીધુ. તેમને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા પણ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયું હતું. ત્યારે હવે આ મામલે વડોદરાના સનાતન સંત જ્યોતિર્નાથ મહારાજનું સ્ફોટક નિવેદન સામે આવ્યુ છે અને તે બાદ ખળભળાટ મચી ગયો છે. તેમણે જણાવ્યું કે રાજ ભારતીના અનેક યુવતીઓ સાથે સંબંધો હતા અને તે બહાર આવતા તેમજ દારૂની પાર્ટીઓનાં રહસ્યો ઉજાગર થઇ જતાં જ તેમણે આપઘાત કરી લીધો.

જ્યોતિર્નાથ

તેઓએ એમ પણ જણાવ્યુ કે, આ મામલે તેમણે રાજ ભારતીને ચેતવ્યા પણ હતા. સાધુ પોતાની ચરમસીમા છોડી દે ત્યારે આવું પગલું ભરે એ સ્વાભાવિક છે. દરેક સાધુએ યમ નિયમ સંયમમાં રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, જ્યોતિર્નાથએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, રાજ ભારતી મૂળ મુસ્લિમ હતા અને પછી તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને ભારતી બાપુના શિષ્ય બન્યા હતા. 8 જૂન 2022ના રોજ એક યુવતીએ તેમને પહેલી ફરિયાદ કરી અને પછી તપાસ કરતા મામલો બહાર આવ્યો.

12થી 15 યુવતીઓ સાથે ખરાબ કામ થયાની માહિતી તેમને મળી હતી. તેમણે વધુમાં કહ્યુ કે, બે મહિના પહેલાં તેમણે રાજ ભારતીને ચેતવ્યા કે આ યોગ્ય નથી અને સંતે સંયમમાં રહેવું જોઇએ, તમારી મર્યાદા ચૂકી ગયા છો. તેમણે રાજ ભારતીને એવું પણ કહ્યુ હતુ કે ક્યાંક એવું ન થાય કે આનું પરિણામ ભોગવવું પડે. પરંતુ હવે સરવાળે એ જ હાલત થઇ છે. તેમણે આપઘાત અંગે કહ્યુ કે, જે વીડિયો જૂન મહિનાથી અમારી પાસે છે તે અત્યારે છાપરે ચડીને બહાર આવ્યો અને એક દીકરીએ પોલીસ ફરિયાદની તૈયારી કરી તેથી જ રાજ ભારતી પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હોવાથી તેમણે આપઘાત જેવું પગલું ભર્યું.

તેઓએ કહ્યુ- આ ઘટના કર્મને આધીન રહીને હું જોઇ રહ્યો છું. પાપનો ઘડો ભરાઇ જાય ત્યારે પાપ છાપરે ચડીને પોકારે છે. તેમણે રાજભારતીને લઇને કહ્યુ કે તેઓ દારૂની પાર્ટીઓ કરતા અને ભગવો ઉતારી ટીશર્ટ અને હાફ પેન્ટમાં ફરતા. દીકરીઓ સાથે ઐયાસી કરતા. આ બધુ કરવાથી ક્યાંક ને ક્યાંક તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું. તેમણે રાજ ભારતીનો ચિઠ્ઠો ખોલતા કહ્યુ કે, પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહે છે. પહેલી ફરિયાદ તે જ લઇને આવી અને તે મૂળ સૌરાષ્ટ્રની છે અને મુંબઇ રહે છે.

યુવતીનાં માતા-પિતા ભારતીબાપુને ખૂબ માનતાં અને તેના કારણે યુવતી રાજ ભારતીના સંપર્કમાં આવી. પણ રાજ ભારતીએ તો તે યુવતિને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું. આ વિશે જ્યારે જ્યોતિર્નાથે રાજ ભારતીને કહ્યું તો તેમણે કહ્યુ કે, આક્ષેપો ખોટા છે અને આવું કશું બન્યું જ નથી. પણ જ્યોતિર્નાથે જ્યારે રાજ ભારતીને કહ્યું કે તેમની પાસે પુરાવા છે. તો પણ તેઓ મદમાં હતા. તેઓ કહે છે કે આ ઉપરવાળાએ તેમને આ સબક આપ્યો છે.તેમણે ઉમેર્યું કે, દરેક ગુરુની જવાબદારી છે કે પોતાના શિષ્ય કેટલા આડંબરમાં જીવે છે, કેટલા વ્યભિચારમાં જીવે છે તેના પર ધ્યાન આપવું જોઇએ.

Shah Jina