“તારક મહેતા”ના વધુ એક કલાકારે છોડ્યો શો ? બોલિવુડના મોટા સ્ટાર સાથે કરી રહ્યો છે કામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને 14 વર્ષ થઇ ગયા છે. 14 વર્ષમાં જ્યાં આ શોએ કામયાબીના નવા ઝંડા ગાડ્યા છે, તો છેલ્લા કેટલાક વર્ષોમાં આ શોના કેટલાક કલાકારો શોને છોડી પણ ચૂક્યા છે. જો કે, કલાકારોના શો છોડવાને કારણે શોની લોકપ્રિયતા પર વધારે નહિ પરંતુ થોડી અસર જરૂર પડી છે.  શૈલેશ લોઢા બાદ હવે તારક મહેતાના વધુ એક કલાકારની વિદાય થવાની છે. એક એક કરી ઘણા કલાકારોએ શોથી દૂરી બનાવી લીધી છે.

ત્યારે હાલમાં જ શૈલૈશ લોઢાના શો છોડવાની ખબર આવી ત્યારથી ઘણો હંગામો મચ્યો હતો અને હવે ખબર કે વધુ એક કલાકારે શો છોડવાનુ મન બનાવી લીધુ છે. અત્યાર સુધી એવી અટકળો લગાવવામાં આવી હતી કે ટપ્પુ એટલે કે રાજ અનડકટ પણ આ શોથી વિદાય લેવાનો છે. જો કે, આ લગભગ કન્ફર્મ જ થઇ ગયુ છે. ઘણા સમયથી ટપ્પુનું પાત્ર આ શોમાં જોવા મળ્યુ નથી. જો કે, શોમાં તે મુંબઇ બહાર અભ્યાસ માટે ગયો છે, તેવું બતાવવામાં આવ્યુ છે. પરંતુ અસલમાં ખબર છે કે તે આ શોને અલવિદા કહી ચૂક્યો છે.

રાજ અનડકટ બોલિવુડ માટે રસ્તો પકડી ચૂક્યો છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ જાણકારી આપી હતી. રાજ બોલિવુડ સ્ટાર રણવીર સિંહ સાથે મોટા પ્રોજેક્ટમાં જોવા મળવાનો છે. જો કે, હાલ તો આ પ્રોજેક્ટ વિશે કોઇ જાણકારી નથી. રાજે આ વિશે વધારે કંઇ રિવીલ પણ કર્યુ નથી.રાજ અનડકટના ચાહકોને આ જાણીને ઘણો આનંદ થયો હશે કે તે આવનારા દિવસોમાં કંઈક નવું અને મોટું કરવા જઈ રહ્યો છે અને તે પણ તેના પ્રિય અભિનેતા રણવીર સિંહ સાથે. આ જાણ્યા હવે ચાહકોની સાથે સાથે બધાની ઉત્તેજના વધી ગઈ છે.

રાજે રણવીર સિંહ સાથેની બે તસવીરો પણ શેર કરી છે. તેણે તસવીર શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યું, “હું જીવનના ખાસ પ્રોજેક્ટ્સ વિશે જણાવવા માટે મારા ઉત્સાહને નિયંત્રિત કરી શકતો નથી. કારણ કે તે તેનો ફેવરિટ એક્ટર રણવીર સિંહ છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તેની સાથે ફરીથી કામ કરવું ખૂબ જ અલગ હતું. રાજ તેના ફેવરિટ સ્ટાર સાથે કામ કરીને એટલો ખુશ છે કે તે પોતાની લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. દરેક વ્યક્તિ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

Shah Jina