ચમત્કાર ? અહીં ડુંગર ઉપર એવી આકૃતિ જોવા મળી કે દાયકાથી બંધ પડેલ શિવ મંદિરને લોકો દ્વારા ખોલવાની કરવામાં આવી માંગ

પહાડ પર દાયકાથી બંધ સોમેશ્વર ધામ શિવ મંદિરમાં થયો ચમત્કાર ? જોવા મળ્યુ ‘ॐ’ નુ પ્રતિબંધ, જાણો વિગત

મધ્ય પ્રદેશના રાયસેનના પ્રાચીન દુર્ગ પર ॐનું અદ્ભૂત પ્રતિબંધ જોવા મળ્યુ. રાયસેનની ઉંચી પહાડી પર સ્થિત પ્રાચીન દુર્ગ પર 28 મેના રોજ એક ઘટના ઘટી જયારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાયસેનના સ્થાનીય દશહરા મેદાન પર તેમના હેલિકોપ્ટરથી ઉતર્યા ત્યારે રાયસેનના એક તસવીર જર્નલિસ્ટ દ્વારા લેવામાં આવી છે, તસવીરોમાં રાયસેનના પ્રાચીન કિલ્લાની દુર્ગ પર ॐનું પ્રતિબિંબ દેખાયુ.

સોશિયલ મીડિયા પર જયારે આ તસવીરને પોસ્ટ કરવામાં આવી ત્યારે જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ. સાથે જ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ સોમેશ્વર ધામ શિવ મંદિરને ખોલવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યાના લોકો દ્વારા આ ઘટનાને ચમત્કાર રૂપ માનવામાં આવી રહી છે.

સ્થાનીય નેતા મુદિત શેજવારએ ચર્ચા દરમિયાન કહ્યુ કે, રાયસેન જિલ્લાના કિલ્લા પર આ મંદિર બનેલ છે. રાયસેનના અધિકાંશ લોકો ઇચ્છે છે કે મંદિર હમેશા પૂજા અર્ચના માટે ખુલ્લુ રહે. લોકોના મનમાં આ મંદિર પ્રત્યે વિશ્વાસ છે. તેને જોઇને લોકોના ભાવ જાગૃત થયા છે.

કેબિનેટ મંત્રી ડો.ગૌરીશંકર શેજવારના દીકરા નેતા મુદિત શેજવાર સાથે વાત કરતા કહ્યુ કે, રાયસેનમાં જયારે શિવરાજ સિંહ ચૌહાણ આવ્યા હતા ત્યારે અહીંના એક ફોટો જર્નાલિસ્ટ દ્વારા આ તસવીર લેવામાં આવી હતી જેમાં ઓમની આકૃતિ જોવા મળી હતી. આ તસવીર જયારે સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે તે ઘણી વાયરલ થઇ હતી.

સોમેશ્વર ધામનું મદિર ઘણુ પ્રાચીન અને પુરાત્તત્વ છે કે, રાયસેન પહાડી પર બનેલ કિલ્લામાં સ્થિત છે. આ મંદિરમાં જે શિવલિંગ છે તે પુરાત્તત્વની દ્રષ્ટિએ ઘણુ મહત્વપૂર્ણ છે. આ મંદિરમાં પહેલા થયેલ કેટલાક વિવાદો અને પુરાતત્વ વિભાગની તકનીકીને કારણે મંદિરને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવ્યુ હતુ.

Shah Jina