આ દીકરીને પગમાં નથી પંજા, ગ્લાસ લગાવીને આવી રીતે ચાલે છે 11 વર્ષની ગીતા, હિંમત નથી હારી

દીકરીને પંજા નહોતા, જયારે ચાલતી ત્યારે લોહીથી લથબથ થઈ જતા હતા પગ, તો પણ આ દીકરીએ એવો જોરદાર જુગાડ કર્યો કે ઓપરેશન કે દવા વગર જ સાજી થઇ ગઈ- જુઓ

ઘણીવાર અનેક કિસ્સાઓ એવા સામે આવતા હોય છે કે જેને જોઇને આપણે પણ દંગ રહી જઇએ. ઘણીવાર આપણે જોયુ હશે કે કોઇક બાળકને જન્મથી કોઇ ખોટ હોય છે તો કેટલાકને કોઇ એક્સિડન્ટમાં પણ એવું થાય છે કે તેની ખોટ જીવનભર રહી જાય છે.

પરંતુુ ઘણા લોકો એ ખોટને કારણે હિંમત હારતા નથી. હવે અમે તમને કહીએ કે જો તમારા પગના પંજા ના હોય તો ?  આ સાંભળીને જરૂરથી તમને આશ્ચર્ય થયુ હશે. પરંતુ આવું ખરેખર એક 11 વર્ષની બાળકી સાથે થયુ છે.

છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લાના છુરાની રહેવાસી 11 વર્ષની ગીતાના પગમાં પંજા નથી. તેણે પગમાં પાણી પીવાના સ્ટીલના ગ્લાસ ફસાવી લીધા છે, તેના જ સહારે તે ચાલે છે. 11 વર્ષની ગીતાના બાળપણથી જ બંને પગનાા પંજા નથી.

પંજા વગર ચાલવાને કારણે તેને કાકરા વાગી જતા હતા અને પગથી ઘણીવાર લોહી પણ નીકળતુ હતુુ. માતા-પિતાની આર્થિક સ્થિતિ ના હોવાને કારણે તેઓ દીકરીની સારવાર કરાવી શક્યા નહિ. આખરે દીકરીએ પોતે જ એક જુગાડ શોધી લીધો અને તેના પગમાં ગ્લાસ લગાવી ચાલવા લાગી.

ગીતા હવેે ગ્લાસના સહારે નહિ પરંતુ જાતે ચાલશે. દિવ્યાંગ ગીતાની દર્દભરી કહાની સાંભળી CM ભૂપેશ બઘેલ એટલા ભાવુક થઇ ગયા કે તેનેે બેટરીથી ચાલવા વાળી ટ્રાઇસાયકલ આપી દીધી અને સાથે જ પગ બનાવવા માટે માપ પણ લઇ લીધુ. ગીતાએ સરકાર પાસેથી બેટરી વાળી ટ્રાઇસાયકલની માંગ કરી હતી.

મુખ્યમંત્રી બઘેલે સોમવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી અને કહ્યુ કે, વિષમ પરિસ્થિતિમાં પણ રસ્તો નીકાળવો મોટી વાત છે. તેના હોંસલાની પ્રશંસા કરતા કહ્યુ કે, આવી જ જરૂરિયાતમંદ દીકરી સાથે સરકાર ઊભી છે. આટલું જ નહિ ગીતાએ મુખ્યમંત્રીને ગામ આવવાનું નિમંત્રણ પણ આપ્યુ.

સોમવારે સાંજ સુધી ગીતાના જીવનમાં ખુશીઓ લઇને કેટલાક બદલાવ આવ્યા. સ્વાસ્થ્ય વિભાગની ટીમના ડોક્ટર્સે ઘરે આવીને તેના પગની તપાસ કરી અને સારવાર કરી. ઓફિસરોએ ગીતાને જે કોઇ પણ થઇ શકતી મદદ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે.

Shah Jina