વહેલી સવારથી અમદાવાદમાં મેઘો મહેરબાન : વરસાદની નવી આગાહી જાણો ફટાફટ, ફરવા નીકળી ન પડતા નહિ તો….

ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી પરોઢથી જ અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. લોકોને ઓફિસ જવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છએ. ત્યારે સતત વરસતા વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઇ જવા પામ્યા છે. જો કે, આજે સ્કૂલ અને કોલેજોમાં રજા હોવાને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી નહિ પડે.

પરંતુ ઓફિસ જતા લોકોને ચોક્કસથી હાલાકીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી નરોડા, બાપુનગર, નિકોલ તેમજ સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, નહેરુનગર, આંબાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદને તો ફરી એકવાર વરસાદે ધમરોળી દીધું છે. થોડા જ સમયમાં શહેરમાં પાણી ભરાઈ જવાને કારણે વાસણા બેરેજના 7 દરવાજા તાબડતોબ ખોલવાની ફરજ પડી છે.

જણાવી દઇએ કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરાયુ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું છે. વરસાદના કારણે કેટલાક નદી-નાળામાં નવા નીર આવ્યા છે.

નર્મદા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. જો કે, સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં લાંબાગાળા સુધી વરસાદ પડે એવી શક્યતા છે. 31 ઓગસ્ટ સુધી ગુજરાત, પશ્ચિમ બંગાળના વિસ્તાર સહીત કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, આસામ, બિહારમાં વરસાદની શક્યતા રહેલી છે. આ ઉપરાંત 1 સપ્ટેમ્બરથી લઇને 23 ઓક્ટોબર સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

Shah Jina