GujjuRocks

આગામી 4 દિવસોમાં ગુજરાતના આ ક્ષેત્રોમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી ત્રણ ચાર દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image Source

રવિવારે જામનગરના ધ્રોલમાં સાંજે 6થી 8 વાગ્યાના બે કલાકના સમયમાં જ સવા ચાર ઈંચ વરસાદ ખાબકતાં જળ બંબાકરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ભાવનગરના શિહોર તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજી અને જુનાગઢના વથલીમાં બે ઈંચ વરસાદ પડયો હતો.

Image Source

ગુજરાતમાં થઇ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ગઈકાલે ગોંડલમાં વીજળીના કડાકા સાથે 1.5 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જેને લઇને રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા હતા. તો બીજી તરફ શહેરમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઇને લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

Image Source

તો હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હજુ પણ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Image Source

આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી  હવામાન વિભાગે કરી છે.  આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા હોય તંત્ર પણ એલર્ટ થયું છે અને માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Exit mobile version