મળ્યો દુનિયાનો એવો દુર્લભ સપ્તરંગી અજગર જે વ્યક્તિના આખા શરીર ઉપર વીંટળાઈ ગયો અને પછી…..વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

વિશ્વની અંદર કેટલી પ્રકારના સાપ જોવા મળતા હોય છે, ઘણા એવા સાપ પણ હોય છે જે ખુબ જ દુર્લભ હોય છે. સાપ ખુબ જ ઝેરી પ્રાણી છે અને તેના ડંખના કારણે મુર્ત્યુને પણ ભેટી શકાય છે, પરંતુ ઘણા એવા સાપ જોવામાં આવે છે, જેને જોઈને આપણને પણ તેને સ્પર્શવાનું મન થઇ જાય. હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ સાપનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં એક દુર્લભ અજગર પ્રજાતિનો સપ્તરંગી સાપ જોવામાં આવ્યો. આ સાપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કેટલાક લોકો તેને ઇન્દ્રધનુષ વાળો સાપ કહી રહ્યા છે. આ અનોખો સાપ દેખાવમાં ખુબ જ સુંદર છે. તેનો રંગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

આ અનોખા સાપનો વીડિયો કેલિફોર્નિયાના એક પ્રાણી સંગ્રહાલય માલિક જે બ્રેવર દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જે બ્રેવર ઇન્સ્ટાગ્રામ ઉપર આવા દુર્લભ સાપોનો વીડિયો અવાર નવાર શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)


વીડિયોની અંદર જોઈ શકાય છે કે આ અજગર પ્રજાતિના સાપને પણ જે બ્રેવરે એક વ્યક્તિ ઉપર છુટ્ટો મૂકે છે અને સાપ તે વ્યક્તિના આખા શરીર ઉપર વીંટળાઈ જાય છે. સાથે જ તે આ સાપ સાથે મસ્તી કરતા પણ જોઈ શકાય છે.

Niraj Patel