અંબાલાલ કાકાએ ભારે કરી! ગુજરાતમાં વરસાદ વર્લ્ડકપ અને નવરાત્રિની મજા બગાડશે, જાણી લો ક્યાં ભુક્કા બોલાવશે
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.
Rain Prediction For Navratri 2023 : ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ શાંત થયો છે, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે લોકોની નજર નવરાત્રીમાં વરસાદ પર છે. કારણે કે ગુજરાતની અંદર નવરાત્રીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગરબા રસિકો પણ નવરાત્રીની રાહ આખા વર્ષથી જોતા હોય છે, ત્યારે જો નવરાત્રીમાં જ વરસાદ વર્ષે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડી જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ મેઘરાજા નવરાત્રીમાં જ વરસશે તેવી સંભાવના છે.
ગરબા રસિકો ચિંતામાં :
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર ત્રીજા નોરતેથી લઈને સાતમા નોરતા સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. અંબાલાલની આ આગાહીને લઈને ગરબા રસિકો અને આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. અંબાલાલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 17થી 20 ઓક્ટોબર સુધી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે અલ-નીનોને કારણે શિયાળો 15 દિવસથી 25 દિવસ સુધી મોડો બેસશે.
બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું સર્જન :
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગામી ઓક્ટોબર તથા નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાતોનું સર્જન થશે અને તેની દેશના હવામાન પર વ્યાપક અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ચોમાસાની પીછેહઠ થતી રહેશે. આકાશ સ્પષ્ટ થતુ જશે. અલબત સિસ્ટમને લીધે ક્યાંક ક્યાંક વરસાદ થતો રહેશે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે, કેટલાક પરિબળોને જોતા 7મી ઓક્ટોબર બાદ ચક્રવાત સર્જાઈ શકે છે.”
ભારત પાકિસ્તાન મેચ પર પણ સંકટ :
બંગાળ તથા પૂર્વ ભારતમાં બિહાર, ઓરિસ્સા તથા દક્ષિણ પૂર્વમાં વરસાદ થવાની શકયતા છે. ચીનમાં એક ચક્રવાત સર્જાશે, તેની અસર બંગાળના ઉપસાગરમાં જોવા મળશે, જેને લીધે 10-12 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. વરસાદ નવરાત્રી સાથે સાથે વર્લ્ડકપની પણ મજા બગાડી શકે છે. અંબાલાલ પટેલે 10થી 14 ઓક્ટોબર સુધીમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદમાં યોજાવવાની છે. તેના પર પણ વરસાદી સંકટ ઘેરાઈ રહ્યું છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.