ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર જામ્યુ છે. ગુજરાતના ઘણા જિલ્લાઓને મેઘરાજાએ ઘમરોળી નાખ્યા છે. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઇ ગયા છે. મુશળધાર વરસાદને પગલે રાજ્યના અનેક રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે. જો કે, રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
સ્કાયમેટની આગાહી મુજબ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે છે, ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 48 કલાક ભારે વરસાદની શક્યતાઓ છે. તો કચ્છ, દ્વારકા અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો, આજે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે.