હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાતીઓ આ જલ્દી વાંચી લો…ઝૂમી ઉઠશો એ પાક્કું

હાલ રાજયમાં ચોમાસુ સક્રિય છે, ઘણી જગ્યાએ વધારે વરસાદ તો ઘણી જગ્યાએ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બર બાદ પણ વરસાદ વરસી શકે છે, તેવી આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બરના રોજ વધુ એક વરસાાદી સિસ્ટમ બની રહી છે જેને કારણે ગુજરાતને ફાયદો તેમ લાગી રહ્યુ છે.

ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજયમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે તો સાથે જ લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા 10 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે. ગુજરાતમાં હજી સુધી વરસાદની 42 ટકા ઘટ જોવા મળી રહી છે. ઘણા તાલુકામાં હાલ પણ વરસાદની જરૂર છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાાક વરસાદી માહોલ યથાાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે. તેમજ 7 સપ્ટેમ્બરના રોજથી રાજયભરમાં ફરી સારો વરસાદ થઇ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા તેમજ નડિયાદમાં મધ્યમ વરસદાની અને સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની તેમજ ગીરસોમનાથ, પોરબંદર, જામનગર, દ્વારકા, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હજુ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ ધોધમાાર વરસાદ વરસવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજીબાજુ રાજયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

અને તેને જ લઇને સંભાલના પણ વ્યક્તિ કરવામાં આવી છે કે ઊભા પાકને નુુકશાન થઇ શકે છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઇ છે અને વરસાદને લઇને વાતાવરણ પણ ઠંડુુ બન્યુ છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં કુલ 48.65 ટકા વરસાદ નોંધાયો છે. 13 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો જેને કારણે દુષ્કાળની ભીતિ નહિવત જોવા મળી રહી છે.

Shah Jina