...
   

હજુ નથી થમ્યો મેઘરાજાનો કહેર, ગુજરાતમાં 5 દિવસ ભારે આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ

સપ્ટેમ્બરમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી, 5 દિવસની ગુજરાતમાં ભારે આગાહી- જાણો કયા વિસ્તારોમાં એલર્ટ

હજુ તો મેઘરાજાએ થોડો વિરામ લીધો છે ત્યાં ફરી એકવાર હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાના પહેલા પાંચ દિવસને લઇને આગાહી કરી છે, જે અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઇ કોઇ જ એલર્ટ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાઓ, વડોદરા તેમજ પંચમહાલમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે અને આ સાથે વરસાદનું જોર પણ ઘટ્યું છે.

જો કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી જારી કરાઇ છે.વડોદરા, છોટાઉદેપૂર, પંચમહાલ, નર્મદા અને દાહોદમાં 1 સપ્ટેમ્બરે યલો એલર્ટ અપાયું છે, અહીં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ જ્યારે વડોદરા અને છોટા ઉદયપુરમાં 2 સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

આ ઉપરાંત ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપૂર, સુરત, તાપી, નવસારી, વલસાડમાં 3 સપ્ટેમ્બરે યલો એલર્ટ તો ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. 4 સપ્ટેમ્બરની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદામાં તથા સૌરાષ્ટ્રના ભાવનગરમાં યલો એલર્ટ જ્યારે 5 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચ, અને પંચમહાલ આ ત્રણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

Shah Jina