ખબર

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી: ઘરની બહાર જતા પહેલા આ વાકનહિ વાંચી લેજો ફટાફટ

આ વર્ષે તો ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે, અત્યાર સુધી તો સરેરાશ 69%થી વધારે વરસાદ પણ ખાબકી ગયો છે. રાજયના વિવિધ વિસ્તારોમાં તો છેલ્લા 10-15 દિવસમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવે ફરી એકવાર આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ અનુસાર ભારે વરસાદ પડી શકે છે.

28 જુલાઈના રોજથી એટલે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે.હાલ મધ્ય રાજસ્થાનમાં એક સર્ક્યુલેશન છે, જેના પગલે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 28 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો પણ થશે. 29 જુલાઈના રોજથી વધારે ઘટાડો નોંધાશે. અંબાલાલ પટેલ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદનો યોગ રહેશે. 27 જુલાઇ બાદ એટલે કે આજથી વરસાદનું જોર ઘટશે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 69.22 ટકા વરસાદ પડ્યો છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે. આ ઉપરાંત 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો યોગ છે તેમ પણ અંબાલાલ પટેલનું કહેવુ છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. 27 જુલાઈએ એટલે કે આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.આજે રાજ્યના મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.