...
   

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા શહેરમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી…

ગુજરાતમાં ઘણી જગ્યાએ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 5-6 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે જ્યારે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે.

જણાવી દઇએ કે, રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સવારના ત્રણ કલાક માટે નાવકાસ્ટ બુલેટિન પણ જાહેર કર્યું હતુ. સવારે 7 વાગ્યાથી લઈને ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી હતી, જેમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી તેમજ મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે સાથે જ્યારે વડોદરા, નર્મદા, ખેડા, આણંદ, ભરૂચ, અને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ સહિત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત કરીએ તો તેમણે 15 ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે તેવું જણાવ્યુ હતુ. 17થી24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Shah Jina