ખબર

નાગરિકતા બિલના વિરોધમાં થયેલા રેલવેની નુકશાનીના આંકડા આવ્યા સામે? તમે પણ વાંચીને ચોંકી ઉઠશો

દેશભરમાં નાગરિકતા સંશોધન બોલનો વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધને એટલો ઉગ્ર બનાવી દેવામાં આવ્યો છે કે લોકો હવે રાષ્ટ્રીય સંપત્તિને પણ નુકશાન પહોંચાડવા લાગ્યા છે.  સરકારી બસો, જાહેર બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રેલવે ટ્રેક અને એવી તો ઘણીય સંપત્તિને ખુબ જ મોટું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

Image Source

આમ તો દેશની ઘણી જ મોટી સરકારી સંપત્તિને નુકશાન પહોંચ્યું છે તે છતાં રેલવે વિભાગ દ્વારા થેયેલી નુકશાનીના આંકડાઓ સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા આજે જે આંકડા સામે આવ્યા તેની સાંભળીને જ દેશને કેટલું મોટું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય છે.

Image Source

ન્યુઝ એજેન્સી ANI દ્વારા એક ટ્વીટ કરી નુકશાનીના આંકડાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રેલવેને કુલ 88 કરોડ રૂપિયાની નુકશાની થઇ છે અને આ નુકશાની માત્ર રેલવેની સંપત્તિને તોડફોડ કર્યાની જ છે. જેમાં 72 કરોડની નુકશાની માત્ર પશ્ચિમ રેલવેમાં થઇ છે જયારે દક્ષિણ-પૂર્વી રેલવેમાં 13 કરોડની નુકશાની કરવામાં આવી છે. જયારે ઉત્તર-પૂર્વી રેલવેમાં 3 કરોડની નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે.

દેશભરમાં આ અંદોલનોના કારણે રાષ્ટ્રીય સંપત્તિને મોટાભાગે નુકશાની થઇ છે. તો ઘણા લોકોની અંગત સંપત્તિનું પણ ઘણું જ મોટું નુકશાન થયેલું જોવા મળ્યું છે. રેલવે દ્વારા 88 કરોડનો આંકડો તો માત્ર તોડફોડ અને આગ ચાંપવાના કારણે થયેલી નુકશાનીનો છે આ સિવાય રેલવેની કુલ નુકશાનીનો આંકડો 250 કરોડની આસપાસ પહોંચવાનું અનુમાન છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.