ખબર

મુંબઇની મહિલાએ 3.5 વર્ષનાં બાળક માટે PM પાસે માંગી મદદ, રેલ્વે દ્વારા 20 લીટર ઉંટણીનું દૂધ મુંબઇ પહોંચાડ્યું !!

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. દેશમાં અમુક વાર જીવન જરૂરિયાતની વસ્તુના પણ ફાંફા પડવા લાગ્યા છે. ત્યારે ભારતીય રેલવેની એક પ્રસંશનીય કામગીરી સામે આવી છે.

Image source

ભારતીય રેલવે દ્વારા 20 લીટર ઊંટણીનું દૂધ મુંબઈ પહોચાડ્યું છે. મુંબઈમાં એક મહિલાનો સાડા ત્રણ વર્ષનો દીકરો ઓટિસ્ટિકથી પીડાઈ છે. જેના કારણે તે મહિલાના દીકરાને ગાય,ભેંસ અને બકરીના દૂધની એલર્જી હોય તેને ઊંટણીના દૂધનો જથ્થો પૂરો પાડ્યો હતો.

Image source

હાલ લોકડાઉન હોય ઊંટણીનું દૂધના મળતું હોય મહિલાએ પોતાના બાળક માટે પીએમ મોદીને ટ્વીટ કર્યું હતું. જે બાદ મહિલાના ઘરે 20 લિટર ઉંટણીનું દૂધ પહોંચ્યું હતું. આઇપીએસ અરૂણ બોથરાએ આ અંગે ટ્વિટ કર્યુ ત્યારે આખી વાત સામે આવી છે.

બોથરાએ ટ્વિટર કરીને લખ્યું હતું કે, મુંબઇનાં એક બાળક માટે 20 લીટર દૂધ ટ્રેનથી મુંબઇ પહોંચ્યું હતું. આ પરિવારે આ દૂધને અન્ય જરૂરિયાતમંદ પરિવારોને પણ આપ્યું હતું. આ માટે તેમણે ઉત્તર પશ્ચિમ રેલવે સીપીટીએમના તરૂણ જૈનને અભિનંદન પાઠવ્યા હતાં.

બાળકની માતા રેણુ કુમારીએ એક ટ્વિટ વડાપ્રધાન મોદીને ટેગ કરી પોતાના બાળકની મુશ્કેલી દર્શાવી હતી. આ અંગે દેશના અનેક લોકોએ બાળકને ઉંટણીનું દૂધ પહોંચાડવા અનેક સૂચનો આપ્યા હતાં.

Image source

આ વાતની જાણ ઉત્તર પશ્રિમ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજર તરૂણ જૈનને થઇ તો તેમણે આ બાળકને મદદ કરવાનું નક્કી કર્યુ હતું. આ માટે તેમણે અજમેરના સિનિયર ડીસીએમ સાથે વાત કરતા કાર્ગો ટ્રેનને રાજસ્થાનના ફાલનામાં રોકવામાં આવી ત્યાંથી 20 લિટર ઉંટણીનું દૂધ લેવામાં આવ્યું હતું. આ ટ્રેન લુધિયાણાથી બાન્દ્રા જઇ રહી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.