પોતાના જીવની ચિંતા કર્યા વગર રેલવે કર્મીએ પૂર ઝડપે આવી રહેલી ટ્રેનથી બચાવ્યો બાળકીનો જીવ, વીડિયો જોઈને તમે પણ હચમચી ઉઠશો

ઘણા લોકો એવા હોય છે જે પોતાના જીવની ચિંતા કર્યા વગર કોઈનો જીવ બચાવતા હોય છે. આવા વ્યક્તિને જો ભગવાનનો દરજ્જો આપવામાં આવે તો પણ વાંધો નથી કારણ કે મુશ્કેલીના સમયમાં આવા વ્યક્તિઓ જ ભગવાન બનીને કોઈનો જીવ બચાવતા હોય છે.

આવી જ એક ઘટના હાલ મુંબઈમાં જોવા મળી છે જ્યાં રેક રેલવે કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક બાળકીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સ્ટેશન ઉપર લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.

સેન્ટ્રલ રેલવે દ્વારા આ વીડિયો શેર કરવામાં આવે છે. જેના બાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુસ ગોયલે પણ આ વીડિયો શેર કરી અને રેલવે કર્મીની પ્રસંશા કરી છે.

આ બહાદુરી દ્વારા બાળકીને બચાવનાર રેલવે કર્મચારીનું નામ મયુર શેલકે છે. ગત 17 એપ્રિલના રોજ એક બાળક પ્લેટફોર્મ નંબર 2 ઉપર બેલેન્સ બગડી જવાના કારણે રેલવે ટ્રેક ઉપર પડી જાય છે. એજ સમયે ત્યારે એક પૂર ઝડપે ટ્રેન આવી રહી હોય છે.

વીડિયો જોઈને લાગે છે કે હવે બાળકનું બચવું મુશ્કેલ છે. ત્યારે જ રેલવે કર્મી મયુર પ્લેટફોર્મની બીજી તરફથી આવે છે અને બાળકને ઉઠાવીને રેલવે ટ્રેકથી પ્લેટફોર્મ ઉપર ચઢાવી દે છે. બાળકીને બચાવવા હતા તે રેલવે કર્મીનો જીવ પણ જઈ શકતો હતો પરંતુ તેને પોતાના જીવની ચિંતા કર્યા વગર બાળકીનો જીવ પહેલા બચાવ્યો.

રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે મયુર શેલકે મને તમારા ઉપર ગર્વ છે. મુંબઈના વંગાની રેલવે સ્ટેશન ઉપર રેલવે કર્મીએ બહાદુરી બતાવતા પોતાનો જીવ જોખમમાં નાખીને એક બાળકીનો જીવ બચાવ્યો.

Niraj Patel