કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક લેખકની કલમે

રેલ્વે સ્ટેશનના ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરીને આ કુલીએ પાસ કરી સિવિલ એક્ઝામ, હવે બનશે અધિકારી! વાંચો પ્રેરણાત્મક સત્યઘટના

આજકાલ તમે જોશો તો સરકારી નોકરીમાં જવા માટે યુવાધનની લાઇનો લાગી છે. અમુક શહેરોમાં જાઓ તો એક કિલોમીટરના પરીઘમાં જ અનેક કોચિંગ ક્લાસીસો ચાલે છે અને સરકારી નોકરી ઇચ્છુકો કોચિંગ ફી ભરી, વિવિધ પ્રકારનું મટિરીયલ્સ એકઠું કરીને વાંચતા હોય છે. મતલબ કે આ બધા માટે પણ સારી સગવડો તો જોઈએ.

અહીં જે વાત કરવી છે એ ઉપર કહેલી વાતથી તદ્દન વિરુધ્ધ છે. ‘અગવડો એ નિષ્ફળતા માટેના બહાનારૂપ છે, જેને સફળ થવું છે એને સુવિધાઓની જરૂર નથી.’ – આ વાક્યને અક્ષરશ: સાચું ઠરાવતી ઘટના કેરળમાં બની. શું બની? જાણો નીચે :

Image Source

કેરળના એનાર્કુલમ રેલ્વે સ્ટેશન પર કામ કરતો એક કુલી. નામ છે શ્રીકાંત. કુલીનું કામ તો શું હોય? આખો દિવસ માલસામાનની હેરફેર કરવાની, દોડાદોડી ચાલુ જ રહે. શ્રીકાંતની જિંદગી પણ એવી જ હતી.

ગરીબ પરિવારનો છોકરો અને મનમાં ઘણી ઉમેદ હતી કે કોઈ સારી એવી નોકરી મેળવું, પણ પરિસ્થિતીઓ એ પ્રમાણે નહોતી. આખરે એણે એક તોડ કાઢ્યો. રેલ્વે સ્ટેનશે મળતા ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરીને મોબાઇલમાં ઇન્ટરનેટનાં માધ્યમથી તે ભણવા માંડ્યો!

ભણવાનું એટલે પીઠે સામાન લાદેલો હોય એની હેરફેર કરતી જવાની અને સાથેસાથે કાનમાં ભરાવેલા ઇયરફોનમાંથી લેક્ચરો સાંભળતા રહેવાના! આ રીતે શ્રીકાંત કામ પણ કરતો અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરતો. સરકારી પરીક્ષાઓ આપવા માટે તૈયારી તો જોઈએ. વાંચવું-સાંભળવું પણ પડે. આની અગાઉ પણ શ્રીકાંતે બે વાર લેખિત પરીક્ષાઓ આપેલી પણ એમાં એ સફળ ના થઈ શક્યો. એ વખતે વાઇ-ફાઇની સુવિધા નહોતી.

Image Source

મોદી સરકારે ૨૦૧૬માં ‘ડિજીટલ ઇન્ડીયા’ના નેજા હેઠળ રેલ્વે સ્ટેશનોને વાઇ-ફાઇથી સજ્જ કર્યાં અને એમાં એનાર્કુલમ રેલ્વે સ્ટેશન પણ વાઇ-ફાઇની સુવિધાથી સજ્જ થયું. શ્રીકાંતે ખરેખર આનો બેજોડ ઉપયોગ કર્યો. યુ-ટ્યુબમાં વીડિઓ જોવા-સાંભળવા લાગ્યો. આખો દિવસ જે સાંભળે એનું રાતે સૂતી વખતે પુનરાવર્તન કરે. બીજે દિવસે સવારમાં વળી પાછો કામ કરતો જાય, લેક્ચર સાંભળતો જાય.

આખરે શ્રીકાંતે કેરળ સરકારની પરીક્ષાની મેઇન એક્ઝામ પાસ કરી લીધી. મેરિટમાં નામ આવ્યું. હવે ઇન્ટરવ્યૂમાં નામ આવી જાય એટલે તે સિવિલ સેવા કરતો અધિકારી બની જવાનો. ઉલ્લેખનીય છે, કે જે હોય તે મેઇન લેખિત એક્ઝામમાં હોય છે. હવે ઇન્ટરવ્યૂ પાર પાડવાના ચાન્સીસ શ્રીકાંત પાસે ઘણા છે.

જમીન રેવન્યૂ વિભાગમાં શ્રીકાંતને વિલેજ ફિલ્ડ આસિસટન્ટની નોકરી મળી શકે છે. શ્રીકાંત કહે છે, કે ‘મને કામ કરવાની સાથે ભણવાનું ઘણું અઘરું પડી રહ્યું હતું પણ મનમાં એક વિચાર જાળવી રાખેલો કે ખરેખર મારે કંઈક બનીને દેખાડવું જ છે.’

Image Source

કેવી કમાલ થાય છે નહી? એક તરફ આજે મોટાભાગના લોકો મોબાઇલને લીધે બરબાદ થઈ જાય છે, તો બીજી બાજુ આવા જીગરજાનો એનો સાચો ઉપયોગ કરીને તરી જાય છે.

વેલડન, શ્રીકાંત!

[ આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે આની લીંક શેર કરી દેજો. લેતા રહો ગુજ્જુરોક્સની મુલાકાત, ધન્યવાદ! ]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks