ખબર

ચીન ઉપર ભારતનો પલટવાર, રેલવેએ એવું કદમ ઉઠાવ્યું કે ચીનને ફાંફા પડી ગયા

લદ્દાખમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થઇ ગયા, ત્યારે ભારતે પણ હવે ચીનને વળતો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. તેની શરૂઆત પણ ભારતે આજથી જ કરી દીધી છે, ચીન ઉપર પલટવાર કરતા ભારતીય રેલવેએ ચીન સાથેનો 471 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ રદ કર્યો છે.

Image Source

ANI ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર ” ખરાબ પ્રગતિને જોતા ભારતીય રેલવેએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઓફ ઇન્ડિયાએ બીજીંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન્સ ગ્રૂપ કો લિ. સાથે કરાર ખતમ કરી દીધો છે.

જાણકારી પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત કાનપુર અને દિન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનના સેક્શન વચ્ચે 417 કિલોમીટર સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશનમાં કામ થવાનું હતું, જેનો ખર્ચ પણ 471 કરોડ રૂપિયા હતો.

ભારતના વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, આત્મ નિર્ભર ભારત IMPORT પર પોતાની નિર્ભરતા ઓછી કરશે. ભારત ઈમ્પોર્ટ પર થતા લાખો કરોડો રુપિયાના વિદેશી રૂપિયાને બચાવશે. આના માટે આપણા દેશમાં સાધન અને સંસાધનો ડેવલપ કરાશે. ઉર્જા સેક્ટરમાં ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે એક મોટુ પગલુ આજે લેવાયુ છે. સરકારે કરેલી દરેક જાહેરાત પર એક મહિનાની અંદર અમલ કરવામાં આવી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.