ખબર જ્ઞાન-જાણવા જેવું

યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપો… રેલવે સ્ટેશન પર આરામ કરવા માટે બુક કરી શકો છો 25 રૂપિયામાં રૂમ!!!

ભારતીય રેલવે પોતાના યાત્રીઓનું ખાસ ધ્યાન રાખે છે સાથે જ સુવિધાઓ પણ પુરી પાડે છે. ભારતીય રેલવે પોતાના યાત્રીઓને સ્ટેશનો પર આરામ કરવાની સુવિધાઓ પણ પુરી પાડે છે. આ માટે દેશભરના સ્ટેશનો પર રિટાયરિંગ રોમ બનાવીને રાખવામાં આવેલા છે. જ્યા કોઈ પણ યાત્રી હોટલ ખર્ચથી બચી શકે છે, અને PNRના આધાર પર સસ્તામાં રૂમ બુક કરાવી આરામ કરી શકે છે. આ રૂમ સિંગલ, ડબલ અને ડોર્મેટરી શ્રેણીના હોય છે. અને તેમાં પણ એસી અને નોન એસી રૂમ્સ પણ મળી જાય છે. જેનું બુકિંગ 12 કલાકથી લઈને 48 કલાક સુધી માન્ય રહે છે. રિટાયરિંગ રૂમ કે ડોરમેટરી બેડ માટે સવારે 12.30થી રાતે 11 વાગ્યાની વચ્ચે બુકિંગ કરાવી શકાય છે. પરંતુ ઘણા લોકોને આ જાણકારી ન હોવાને કારણે તેઓ આ સુવિધાનો ફાયદો નથી ઉઠાવી શકતા.

Image Source

આ રૂમ્સ ઓનલાઇન પણ બુક કરાવી શકાય છે. IRCTC પરથી ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે. રેલવે ફક્ત 25 રૂપિયામાં રિટાયરિંગ રૂમ બુક કરીને સુવિધા આપી રહ્યું છે. તમે રિટાયરિંગ રૂમમાં પોતાને રિચાર્જ કરી શકો છો. IRCTCની વેબસાઈટ દ્વારા તમે મિનિમમ 3 કલાક અને મેક્સિમમ 48 કલાક માટે રિટાયરિંગ રૂમ અને ડોરમેટરી બુક કરાવી શકો છો. 3 કલાક સુધીના બુકિંગ માટે 25 રૂપિયા ચાર્જ આપવાનો રહે છે. જયારે 24 કલાક સુધીના બુકિંગ માટે 100 રૂપિયા અને 48 કલાક માટેના બુકિંગ માટે 200 રૂપિયા ચાર્જ લાગે છે.

Image Source

કન્ફર્મ ટીકીટવાળા મુસાફર જ રિટાયરિંગ રૂમ બુક કરી શકે છે. એક પીએનઆર નંબર પર એક જ બુકિંગ સોર્સ અને ડેસ્ટિનેશનથી કરી શકાય છે. IRCTCની https://www.irctctourism.com/accommodation આ લિંક પર ક્લિક કરીને પછી લોગઇન કરવાનું રહેશે. એ પછી પોતાનો પીએનઆર નંબર નાખીને પોતાની ઈચ્છા પ્રમાણે રિટાયરિંગ રૂમ કે ડોરમેટરી બુક કરાવી શકો છો. રેલવે રિટાયરિંગ રૂમ એવા રૂમ્સ છે કે જે આખા ભારતમાં મોટેભગના રેલવે સ્ટેશનો પર ઉપ્લબ્ધ છે.

IRCTC મુસાફરો પાસેથી આ સુવિધા માટે પણ શુલ્ક વસુલે છે, જેમાં 24 કલાક માટે રૂમ બુક કરાવવા પર મુસાફર પાસેથી 20 રૂપિયા, 24 કલાક માટે ડોરમેટરી બેડ માટે 10 રૂપિયા, 24 કલાકથી 48 કલાક માટે રિટાયરિંગ રૂમ માટે 40 રૂપિયા અને 24થી 48 કલાક માટે ડોરમેટરી બેડ માટે 20 રૂપિયા સેવા શુલ્ક લેવામાં આવે છે. જેમાં 12 ટકા જીએસટી પણ આપવું પડે છે.

Image Source

રિટાયરિંગ રૂમનું બુકિંગ કેન્સલ કરાવવા માટે જો તમે ચેક ઇનના 48 કલાક પહેલા જ રદ કરાવો છો તો 20 ટકા રકમ કપાઈ જાય છે. જો તમે 24 કલાક પહેલા રદ કરવો છો તો 50 ટકા રકમ કપાઈ જાય છે.

વધુ માહિતી માટે ક્લિક કરો: https://erail.in/info/assistance-retiring-room/901

બુકિંગ કરાવવા માટે ક્લિક કરો: https://www.irctctourism.com/accommodation

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.