ખબર

ટ્રેનમાં રમકડાં વેચવાવાળા આ વ્યક્તિના વાયરલ વિડીયો બાદ રેલવે પોલીસે કરી તેની ધરપકડ, જાણો કારણ

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ટ્રેનમાં અનોખા અંદાજમાં રમકડાં વેચી રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં અવધેશ દુબે નામક એક વ્યક્તિ ટ્રેનમાં મિમિક્રી કરતા કરતા રમકડાં વેચી રહ્યો છે. પોતાની મિમિક્રીમાં એ વ્યક્તિ નેતાઓનું મજાક કરતા કરતા લોકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ શુક્રવારે સુરત રેલવે પ્લેટફોર્મથી આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આરપીએફે રેલવે અધિનિયમની ઘણી ધારાઓ અંતર્ગત આ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

Image Source

જાણકારી અનુસાર, અવધેશ દુબે વારાણસીનો રહેવાસી છે અને બે વર્ષ પહેલા વલસાડ આવ્યો હતો. અને ત્યારથી જ એ વાપી અને સુરત વચ્ચે મુસાફરી કરતા લોકોને રમકડાં વેચી રહ્યી છે. આરપીએફનું કહેવું છે કે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન નંબર 17204 સ્લીપર કોચમાં અનધિકૃત રીતે સામાન વેચવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.

આ વ્યક્તિ વિરુદ્ધ સીઆર 1228/19 U / S 144 (A), 145 (B), 147 આરએ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને સુરતમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણીની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, જ્યા તેનો પોતાના અપરાધનો સ્વીકાર કર્યો હતો. તેના પર 3500 રૂપિયાનો દંડ અને 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

અહીં નોંધનીય છે કે અવધેશ દુબેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો લોકપ્રિય થયો છે, આ વીડિયોમાં તે રાજનેતાઓ પર ટિપ્પણી કરતો જોવા મળે છે. ગ્રાહકો સાથે વાત કરવાની અવધેશની રીત પણ ઘણી પ્રભાવશાળી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks