ખબર

પ્લેટફોર્મ પર ઉભો હતો પોલીસકર્મી, એક ડબ્બો નજીક આવ્યો અને ત્યાં જ માણસ પાટા પર…

તેલંગાણાના હૈદરાબાદના સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં, એક મહિલા મુસાફરનો પગ પ્લેટફોર્મ અને રેલ્વે ટ્રેક વચ્ચે અટવાઈ ગયો, જ્યાં એક રેલ્વે પોલીસ કર્મીએ પોતાની સૂઝબૂઝ અને ઝડપથી એક મહિલા મુસાફરનો જીવ બચાવ્યો.

Image Source

એ મહિલા મુસાફર ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે તેનો પગ ટ્રેનના પાટા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો અને તે લટકી પડી પણ ત્યાં હાજર એક સજાગ પોલીસ કર્મીએ સમયસર તેને ખેંચી લેતા તેનો જીવ બચાવ્યો હતો. રેલવે સુરક્ષા દળના હેડ કોન્સ્ટેબલ શફીઉદ્દીને મહિલાને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે લસરીને પડતી મહિલાને જોઈ અને તેને પકડીને ખેંચી લેવાથી તે બચી ગઈ. આ ઘટનાઓ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

દક્ષિણ મધ્ય રેલ્વે દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, સીસીટીવી ફૂટેજમાં આરપીએફના જવાન મહિલાને ખેંચતા નજરે પડે છે. શફીઉદ્દીનની ઉતાવળ અને ઝડપી કાર્યવાહીથી મુસાફરનો જીવ બચી ગયું. રેલ્વે અધિકારીઓએ તેની પ્રશંસા કરી છે. આ યાદીમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 18 ડિસેમ્બરના રોજ બની હતી જ્યારે એક મહિલા મુસાફર એસ-12 કોચમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી.

સાઉથ સેન્ટ્રલ રેલ્વેએ પણ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. લોકો વીડિયો જોઇને પોલીસકર્મીની હિંમત અને જાગરૂકતાની પ્રશંસા કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં આરપીએફના જવાન મહિલાને ખેંચતા નજરે પડે છે.