ભારતીય રેલ મંત્રાલય દ્વારા યાત્રીઓના હિત માટે એક નવી યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાના ચાલતા રેલવે સ્ટેશન કે પછી ટ્રેનની અંદર સામાનની ખરીદારી કરવા પર બિલ ન મળવા પર યાત્રીઓને કોઈપણ પ્રકારના પૈસા આપનાવા નહીં રહે. જણાવી દઈએ કે રેલ મંત્રી પિયુષ ગોયલે આ વાતની ઘોષણા ગુરુવારના રોજ કરી છે.

નો બિલ નો પેમેન્ટનો નિયમ લાગુ:
રેલ મંત્રાલય દ્વારા રેલવે એ નો બોલ નોપેમેન્ટ નો નિયમ ગુરુવારથી દરેક સ્ટેશનો અને ટ્રેનોમાં લાગુ કરી દીધો છે.આ નિયમના અનુસાર ગ્રાહકોને ખાદ્ય સામગ્રીની ખરીદારી પર બિલ આપવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. એવામાં જો ટ્રેન કે સ્ટેશન પર કોઈ વેન્ડર તમને બિલ આપવાની ના કહે તો તમારે તેને ખરીદેલી વસ્તુના પૈસા આપવાની પણ જરૂર નહીં રહે.એટલે કે બિલ ન આપવા પર ખરીદેલો સામાન તમને પુરી રીતે ફ્રી રહેશે.

યાત્રીઓને આ નિયમથી મળશે ફાયદો:
આ નિમયના લાગુ થાવાથી યાત્રીઓને મોટો ફાયદો થાવાની અપેક્ષા છે.અત્યાર સુધી યાત્રીઓને મુસાફરીના દરમિયાન સામાન ખરીદવા પર બિલ આપવામાં આવતું ન હતું.એવામાં યાત્રીઓને લાગતું હતું કે તેની પાસેથી યથાવત કિંમત કરતા વધારે કિંમત વસુલ કરવામાં આવી છે. એવામાં આ નિયમના લાગુ થાવાથી દરેક યાત્રીઓને સામાનની ખરીદારી પર બિલ આપવામાં આવશે.

જણાવી દઈએ કે મોટાભાગે રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ખાસ કરીને ખાદ્ય પદાર્થો વહેંચી રહેલા લોકોની ફરિયાદ મળતી રહે છે. મોટાભાગે પાણીની બોટલ વહેંચનારા પણ બોટલની કિંમત કરતા વધારે પૈસા વસુલ કરે છે અને ખાદ્ય સામગ્રીને લઈને કોઈ ફિક્સ કિંમત નથી હોતી. જો કે હવે રેલવેના આવા કડક નિયમને લીધે પાંચ રૂપિયાનું વસ્તુ માટે પણ બિલ આપવાનું રહેશે.

રેલ મંત્રી પિયુષ ગોયલે આ યોજનાને સમજાવતા એક વિડીયો પણ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે, જેના દ્વારા ખુબ જ સહેલી રીતે આ નિયમને સમજાવવામાં આવ્યો છે. રેલવે દ્વારા,”No Bill, No Payment ની નીતિ અપનાવતા ગ્રાહકોને બિલ આપવાનું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.એવામાં જો કોઈ તમને બિલ આપવાની ના કહે તો તેને પૈસા આપવાની પણ કોઈ આવશ્યકતા નહીં રહે”.
જુઓ વિડીયો…
रेलवे द्वारा No Bill, No Payment की नीति अपनाते हुए विक्रेताओं द्वारा ग्राहकों को बिल देना अनिवार्य किया गया है।
ट्रेन अथवा रेलवे प्लेटफार्म पर यदि कोई विक्रेता आपको बिल देने से इंकार करता है तो आप को उसे पैसे देने की आवश्यकता नही है। pic.twitter.com/qxcnnjtemb
— Piyush Goyal (@PiyushGoyal) 18 July 2019
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks