ખબર

રેલવે મુસાફરો જલ્દી વાંચો: આ ભૂલ કરીતો હવે સ્ટેશન ભરવો પડશે ભારે દંડ 500 RS નો દંડ

કોરોના વાયરસના પ્રચાર પ્રસારને રોકવા માટે હવે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. જાહેર સ્થળો ઉપર માસ્ક ના પહેરવા ઉપર સરકાર દ્વારા દંડ પણ વસુલવામાં આવે છે ત્યારે હવે રેલવે સ્ટેશન ઉપર પણ માસ્ક ના પહેરવા ઉપર મોટો દંડ ચૂકવવો પડી શકે છે.

Image Source

ભારતીય રેલવે દ્વારા કોરોના વાયરસને લઈને સાવચેતીના પગલાં સ્વરૂપે રેલવે સ્ટેશન ઉપર માસ્ક નહિ પહેરવા ઉપર 500 રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Image Source

આ દંડને GRP ગવર્મેન્ટેજ રેલવે પોલીસ દ્વારા વસુલવામાં આવશે. GRP રાજ્યની પોલીસ હોય છે પરંતુ તેમને રેલવે સ્ટેશન ઉપર ફરજ માટે મુકવામાં આવશે. માટે આ દંડની રકમ રાજ્ય સરકારના ફંડમાં જશે.

Image Source

કોરોના વાયરસના આટલા મોટા વિસ્ફોટ બાદ પણ ઘણા લોકો હજુ સજાગ થેયેલા જોવા નથી મળતા, અને આ વાયરસ પ્રત્યે ગંભીરતા દાખવ્યા વગર માસ્ક પહેર્યા વગર ફરે છે. જેના કારણે આવા લોકો માટે નિયમાઓનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.

Image Source

જો તમે પણ ટ્રેનમાં જવાનું કોઈ આયોજન બનાવી રહ્યા છો. તો માસ્ક પહેરીને જ મુસાફરી કરજો. નહિ તો 500 રૂપિયાના દંડ ભરવા માટે તૈયાર રહેવું પડી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.