બોલિવુડ ગીતમાં માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે ગંદી ગંદી અશ્લીલતા પીરસાઈ, ગઢવી સમાજ થયો લાલઘૂમ

આ વર્ષે નવરાત્રિમાં બોલિવુડ સિંગર અને બિગગોસ 14 શોના કન્ટેસ્ટન્ટ રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને સિંગર ભૂમિ ત્રિવેદીના નવા આલ્બમ પર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બંનેનુ નવુ આલ્બમ જેનું નામ છે ‘ગરબે કી રાત’ (Garbe Ki Raat) હવે આ આલ્બમ પર ગઢવી સમાજમાં ભારે નારાજગી પ્રસરી ગઈ છે.

આ ગીત પર તાત્કાલિક બેન કરવાની જોરશોરમાં માંગ કરાઈ છે. આ ગીતમાં માતાજીના ગીતમાં ધાર્મિક લાગણી દુભાતા લોકગાયકો મેદાને આવ્યા છે. માતાજીના ગીત સાથે અભિનેત્રી વીડિયોમાં ગંદી હરકત કરતા દેખાતા લોકગાયકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તો સાથે જ ગીતની અશ્લીલતાને લઈને ગાયક રાહુલ વૈદ્ય સામે રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરાઈ છે. જોકે, અભિનેતા અને સિંગર રાહુલ વૈદ્યએ સમગ્ર વિવાદ મામલે માફી માંગી છે.

તમને જણાવી દઈએ કે નવરાત્રિ પર બોલિવુડ સિંગર રાહુલ વૈધ અને ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi) નો ‘ગરબે કી રાત’ નવો આલ્બમ લોન્ચ થઇ ગયો છે. આ ગીતમાં માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે ગંદો ગંદો ડાન્સ-દેખાડતા સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. જેમાં માતાજીના ગીત સાથે ગાયક કલાકાર ગંદી હરકત કરતા દેખાતા ગુજરાતના ગઢવી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.

તો સાથે જ ગુજરાતના અનેક લોકસાહિત્યકારો અને લોક ગાયકોએ તાત્કાલિક આ ગીત હટાવી લેવા ચીમકી આપી છે. આ મામલે સિંગર રાહુલ વૈદ્યએ માફી માંગી છે. તેમણે જણાવ્યું કે, મોગલ માતાજીના નામ લઈને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહતો, આ ભૂલ અજાણતા થઇ છે, હવે હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માંગુ છું.

માતાજીની ભક્તિને ધ્યાને લઇ મેં ગીત બનાવ્યું હતું, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ. વિકેન્ડમાં શનિ રવિની રજા હોવાથી ટીમ રજા પર છે. પરંતુ આ ભૂલ ત્વરિત સુધારી દેવામાં આવશે. મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો.

આ સિંગારને ઇન્ટરનેટ પર આ ગીત બાબતે સતત ધમકીઓ મળી રહી છે. વાત તો એટલે સુધી પહોંચી ગઈ છે કે તેને મેસેજ અને કોલ પર જીવથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે. આ મેટરને ગંભીરતાને જોતા રાહુલ હવે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવશે. તમને જણાવી દઈએ કે ‘ગરબે કી રાત’ ગીતમાં ટીવીની સૌથી સુંદર અભિનેત્રી નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પહેલીવાર સાથે જોવા મળી છે. આ ગીત રિલીઝ થયા બાદથી સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે અને હવે લોકો ભારે ઉશ્કેરાઈ પણ રહ્યા છે.

આ સોન્ગમાં અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં “રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો. રમવા આવો માંડી રમવા આવો, આજ માત મોગલ માડી રમવા આવો” આવા શબ્દનો ઉપયોગ કરાયો છે પણ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે ત્યારે ટીવીની ઔથી બોલ્ડ અભિનેત્રી નિયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે. રાહુલ અને ભૂમિ વિરુદ્ધ રાજભા ગઢવી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

લોક સાહિત્યકાર રાજભા ગઢવીને આ ગીત તેમના ચાહક વર્ગ દ્વારા મોકલવામાં આવ્યું હતું અને આ સોન્ગમાં વર્ણવાયેલા શબ્દો અને ડાન્સને લઈને મોટો વિરોધના શૂર રેલાવવામાં આવ્યા. રાજભા ગઢવીએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું છે કે માતાજીના નામ પર આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય, તેમને સિંગર રાહુલને કહ્યું છે કે આ ગીતને તાત્કાલિક ધોરણે સોશિયલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે.

 

View this post on Instagram

 

A post shared by Mayabhai Ahir (@mayabhaiahirofficial)

હિન્દી શબ્દનો પ્રયોગ કરી વિરોધ કર્યો કે યે ગીત ઉતર જાના ચાહિયે, વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ. આમ, આ ગીતને લઈને અન્ય કલાકારો પણ રોષ ઠાલવી રહ્યા છે. ઇન્ટર નેટ પર લોકો ગીતની ઝાટકણી કાઢી માફી માગવાની વાત કરી રહ્યા છે.

YC