ફેન્સ માટે ખુશખબરી: એકબીજાના થયા દિશા પરમાર અને રાહુલ વૈદ્ય, લગ્નની તસવીરો અને વીડિયો થયા વાયરલ
ટેલિવિઝન સ્ટાર રાહુલ વૈદ્ય અને દિશા પરમારની લગ્નની રસ્મો શરૂ થઇ ગઇ છે. દિશા લગ્નના જોડામાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. જેવી જ રાહુલ વૈદ્યે દિશાને જોઇ તો તે દિશાને ગળે લગાવવાથી રોકી ન શક્યા.
દિશા પરમાર તેના મિત્રો અને કઝિન સાથે ઘણી મસ્તી કરી રહી છે. લગ્નની રસ્મો પહેલા રાહુલ અને દિશાએ એકબીજાને રિંગ પહેરાવી સગાઇ કરી. રાહુલ અને દિશા બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તે બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે.
દિશા અને રાહુલના લગ્નમાં ખૂબ મસ્તી જોવા મળી રહી છે. એક બાજુ જયાં રાહુલ લગ્નના ખાસ અવસર પર ઘણા રોમેન્ટિક જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ દિશાની મુસ્કાન બધાનું દિલ જીતી રહી છે.
તમને જણાવી દઇએ કે, દિશા પરમાર અને રાહુલ વૈદ્યના લગ્નમાં ઘણા ઓછા લોકો સામેલ થયા છે. બંને એકલા સ્ટેજ પર જોવા મળી રહ્યા છે અને બાકીના લોકો નીચે ઊભા છે.
રાહુલ અને દિશાની સાથે સાથે ચાહકો પણ તેમના લગ્નને લઇને ઘણા એક્સાઇટેડ હતા. રાહુલ અને દિશાના ચહેરા પર લગ્નની ખુશી ઘણી જોવા મળી રહી છે.
રાહુલે ગોલ્ડન પાઘડી પહેરી છે અને ઓફ વ્હાઇટ કલરની શેરવાની પહેરી છે. ત્યાં જ દિશા પરમારે હેવી વર્કવાળો લહેંગો પહેર્યો છે અને તેણે ગોલ્ડન કલરની કલીરે, લાલ રંગનો ચૂડો અને લાઇટ જ્વેલરી કેરી કરી છે.
કોરોનાને ધ્યાને લઇને આ લગ્નમાં નજીકના મિત્રો અને સાથે જ પરિવારની હાજરી છે. લગ્નની તૈયારીઓ ઘણી ધૂમધામથી કરવામાં આવી છે. હાલમાં જ રાહુલ કેપટાઉનથી આવ્યા છે. ત્યાં તેઓ સ્ટંટ બેસ્ડ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી 11″ના શુટિંગ માટે ગયા હતા.
View this post on Instagram