સિંગર રાહુલ વૈદ્યે તેની પત્ની દિશા પરમાર સાથેનો સુહાગરાતનો સંભળાવ્યો કિસ્સો, 3 વાગે રૂમમાં મામા આવ્યા અને…

રાહુલ વૈદ્ય અને દિશા પરમારની ફર્સ્ટ નાઈટમાં થઇ ફની ઘટના, રાતના 3 વાગ્યે રૂમમાં…

‘બિગબોસ 14’ ફેમ અને સિંગર રાહુલ વૈદ્યે તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે 16 જુલાઈએ લગ્ન કરી લીધા છે. આ બંનેના લગ્નના સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. રાહુલ અને દિશાના ચાહકો આ સુંદર જોડીને જોઈને ખુબ જ ખુશ છે. લગ્નના બીજા દિવસે રાહુલ વૈદ્ય અને દિશા પરમાર તેમના પરિવાર અને કેટલાક મિત્રો સાથે  ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યા હતા.

ફેમિલી ટાઈમ સેશન દરમ્યાન રાહુલ વૈદ્ય પત્ની દિશા પરમાર અને પરિવારના અન્ય સદસ્યો સાથે સ્ટેજ પર નજર આવ્યા હતા. સ્ટેજ પર રાહુલ અને દિશા ગીતો ગાતા નજર આવ્યા હતા અને તેમજ તેમની માટે પણ ગીત ગાયું હતું. જોકે જે વાતે બધાનું ધ્યાન ખેંચ્યું એ હતી રાહુલ અને દિશાની સાથે તેમની પહેલી રાતનો કિસ્સો.

રાહુલે આ વીડિયોમાં કહ્યું હતું કે તેના મામાએ કેવી રીતે તેની ફર્સ્ટ નાઇટ બગાડી નાખી હતી. રાહુલે કહ્યું હતું, ‘અહીંયા મારા ઘરના લોકો છે. હું મારા કઝિન સાથે પાર્ટી કરતો હતો. મેં તેમને રૂમમાં આવવાનું કહ્યું હતું.

રાતના ત્રણ વાગ્યા હતા અને મારી ફર્સ્ટ નાઇટ હતી અને  મારી પત્ની મને સવાલ કરે છે, ‘રૂમમાં બીજું કોઈ પણ છે? ત્યારે રાહુલે કહ્યું કે ‘હા છે’  ત્યારબાદ હું સુઈ ગયો હતો. ત્યારબાદ સવારના 8 વાગ્યે તેમના મામા ફરી વાર આવ્યા અને કહ્યું તું ઊંઘી રહ્યો છે ? મામાએ કહ્યું કે મારુ જેકેટ રહી ગયું છે તે લેવા આવ્યો છુ. તો રાહુલે કહ્યું કે મામા જેકેટ તો 12 વાગે પણ લેવા આવી શકાય છે. રાહુલની આ વાત પર લોકો ખુબ હસવા લાગ્યા હતા.

રાહુલે ગીત ‘મેરે રશ્કે કમર’ ગાયું હતું જે ખુબ જ ફેમસ થયું હતું. દિશાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કોમેન્ટ કરીને કહ્યું હતું કે તેને આ ગીત ખુબ જ ગમ્યું હતું. આ રીતે તેણે સોશિયલ મીડિયામાં એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. 2018માં રાહુલ અને દિશા એકબીજાની નજીક આવ્યા હતા.

રાહુલ ‘બિગ બોસ’ના ઘરમાં આવ્યા પછી તેને દિશા પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ થયો હતો. તેણે નેશનલ ટીવી પર દિશાને લગ્ન માટે પ્રપોઝલ આપ્યું હતું. થોડાં સમય પહેલાં બંને એક મ્યૂઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો સોંગની થીમ વેડિંગની હતી.

 

View this post on Instagram

 

A post shared by (@rahulvaidya_worldwide)

Patel Meet