ખેલ જગત મનોરંજન

આઇપીએલની એક જ ઓવરમાં 5 સિક્સ મારીને ચર્ચામાં આવનાર રાહુલ તેવટિયાએ કરી સગાઈ, જુઓ તસવીરો

ખુબ ખુબ શુભેચ્છા: ક્રિકેટર રાહુલ તેવટિયાએ કરી સગાઇ, અપ્સરા જેવી છોકરી મળી- જુઓ તસવીરો

આઇપીએલમાં  ઘણા ખેલાડીઓ એવા હતા જેને એક જ મેચની અંદર પોતાની આગવી નામના બનાવી લીધી હતી. એવા જ એક રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂકેલા હરિયાણાના ઓલરાઉન્ડર ખેલાડી રાહુલ તેવટિયાએ પણ એક મેચમાં એક જ ઓવરમાં 5 છક્કા મારી અને ચાહકોના દિલ જીતી લીધા હતા.

પોતાની રમતના કારણે ચર્ચામાં આવેલો રાહુલ તેવટિયા હવે તેની સગાઈના કારણે લાઇમ લાઇટમાં છવાઈ ગયો છે, મળતી ખબર પ્રમાણે રાહુલે સગાઈ કરી લીધી છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

27 વર્ષીય રાહુલ તેવટિયાએ બુધવારના રોજ રિદ્ધિ પનુ સાથે સગાઈ કરી છે.તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને સગાઈ વિશે જાણકારી આપી હતી. જેમાં તેને લખ્યું, “3-2-2021. (રિંગ ઈમોજી). (હાર્ટ ઈમોજી).” રાહુલની પત્ની રિદ્ધિ વ્યવસાયે શું કરે છે તે અંગેની કોઈ જાણકરી હજી સુધી પ્રાપ્ત નથી થઇ, પરંતુ તસ્વીરોમાં રિદ્ધિ અને રાહુલની જોડીના લોકો વખાણ કરી રહ્યા છે.

રાહુલે પોતાના ગૃહનગરમાં પોતાની મંગેતર રિદ્ધિને સગાઈની વીંટી પહેરાવી હતી. આ દરમિયાન રાહુલના સાથી ક્રિકેટર જાય્ત યાદવ અને નીતીશ રાણા પણ હાજર રહ્યા હતા. રાહુલે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેને શરૂઆતમાં ખુબ જ ધીમી બેટિંગ કરી પરંતુ ત્યારબાદ તેને જબરદસ્ત રમત બતાવી હતી અને એક જ ઓવરમાં 5 છક્કા મારીને 31 બોલમાં 53 રનની નાબાદ બેટિંગ કરી હતી.