IPL સુપરસ્ટાર રાહુલ તેવટિયાએ કર્યા ગર્લફ્રેન્ડ સાથે લગ્ન, પત્ની ધનશ્રી સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ- જુઓ તસવીરો

IPL ટીમ રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર ખેલાડી રાહુલ તેવટિયાએ તેની મંગેતર રિદ્ધિ પન્નુ સાથે લગ્ન કરી લીધા છે. રાહુલ તેવટિયાની દુલ્હનિયા રિદ્ધિની સુંદરતા વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. રિદ્ધિની સાદગી માટે દરેક લોકો દિવાના થઈ રહ્યા છે. લગ્નની તસ્વીરોમાં વેડિંગ થીમ્સ સ્પષ્ટ દેખાય છે. તસવીરોમાં રાહુલ અને રિદ્ધિ ઘણા જ ખૂબસુરત લાગી રહ્યા છે. લગ્નની આ તસવીર ચાહકોને પણ ઘણી પસંદ આવી રહી છે.

જયમાલા દરમિયાન રિદ્ધિ અને રાહુલની આંખો એકબીજા સામે જ અટકી ગઇ હતી. રાહુલ તેવટિયાએ લગ્નમાં અને ફોટોશૂટ દરમિયાન તેની દુલ્હન રિદ્ધિ પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. વેડિંગ લૂકની વાત કરીએ તો, જ્યાં રાહુલ શેરવાનીમાં ગળામાં લાલ કલરની માળા પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. ત્યાં, કન્યા રિદ્ધિ ગોલ્ડ જ્વેલરી સાથે રેડ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

રાહુલ અને રિદ્ધિના લગ્નમાં રિષભ પંત, નીતિશ રાણા, શિખર ધવન જેવા ઘણા ક્રિકેટરોએ હાજરી આપી હતી. રાહુલ તેવટિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિદ્ધિ પન્નુ સાથે સગાઈ કરી હતી. રાહુલ અને રિદ્ધિના લગ્નમાં ઘણા ક્રિકેટરોએ હાજરી આપી હતી. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંત, નીતીશ રાણા અને યુઝવેન્દ્ર ચહલ જેવા ઘણા સ્ટાર્સ આ જોડીને અભિનંદન આપવા આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે રાહુલ રાજસ્થાન રોયલ્સ ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી છે. તે IPL-2020માં પંજાબ કિંગ્સ સામે સતત પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. તેમના સમગ્ર લગ્ન અને ધાર્મિક વિધિઓ દરમિયાન, રાહુલ અને રિદ્ધિ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાય છે. હરિયાણાના રહેવાસી રાહુલ ટીઓટિયા ઓલરાઉન્ડર છે. તેણે 2013-14 રણજી ટ્રોફીમાં પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

રાહુલ સિક્સર મારવા માટે જાણીતો છે. IPLની 13મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રાહુલે કિંગ્સ ઈલેવન પંજાબ સામે એક ઓવરમાં પાંચ હાઈરાઈઝ સિક્સર ફટકારી હતી. આ મેચ બાદ જ તે ચર્ચામાં આવ્યો હતો. તેની ઇનિંગની મદદથી રાજસ્થાને 224 રનનો ટાર્ગેટ ત્રણ બોલમાં મેળવી લીધો હતો. તેવટિયાએ 31 બોલમાં 53 રન બનાવ્યા હતા.

Shah Jina